________________
૧૭૮
શ્રી દીપચન્દ્રજી સ્વામી સેવાભાવી એમ દરેક ગુણોવાળા મુનિઓ હતા.
પૂજયશ્રીના પાટોત્સવની ખુશાલીમાં આખા ગામમાં પાણી પાળવામાં આવી હતી. ગરીબોને જમણ આપવામાં આવ્યું હતું. શહેરની તમામ નિશાળોમાં વિદ્યાર્થીઓને દિવાન સાહેબના હુકમથી રજા આપવામાં આવી હતી. શેઠ મોતીલાલ વલ્લમ તથા તલસાણિયા કસ્તુર ભોલે સજોડે આજીવન ચોથાવતના પચ્ચકખાણ લીધા હતા. આખોય કાર્યક્રમ ખૂબ જ ભવ્યતાથી ઊજવાયો હતો. જૈનેતર ભાઈઓની હાજરી પણ ધ્યાન ખેંચે તેવી હતી.
છપ્પન ઉપર ઘેર વાગતી.
પૂજય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીનો પુણ્ય પ્રભાવ અદ્ભુત હતો. તેઓશ્રી જ્યારે પજ્ય સાહેબ તરીકે બિરાજતા હતા ત્યારે લીંબડી મોટા સંપ્રદાયમાં પ૬ સાધુઓ હતા તેમાંય પૂજય શ્રી લાધાજી સ્વામી, પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, વીર શ્રી મંગળજી સ્વામી, પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી જેવા ગીતાર્થ મુનિવરો તથા પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામી, શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી, સદૂર્વોક્તા કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી જેવા પ્રભાવશાળી મુનિવરોના કારણે સંપ્રદાય દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો હતો.
પૂજય શ્રી પાસે ખીમરાજ ભાઈ, ભુજના પ્રાગજીભાઈ, લીંબડીના ધનજીભાઈ તથા જાદવજી ભાઈ વગેરે એ દીક્ષા લીધી હતી. આચાર્ય શ્રી તથા પ્રસિદ્ધવક્તા શ્રીના કારણે સંઘાડો તથા સંપ્રદાય સોળે કળાએ ખીલ્યા હતા.
સંવત ૧૯૫૭ની સાલનું ચોમાસું પૂજ્ય શ્રી આદિ ઠાણાઓએ લીંબડીમાં કર્યું. તે સાથે વરસાદ ઘણો થયો હતો. તપશ્ચર્યા ખૂબ સારા પ્રમાણમાં થઈ હતી. આખાય શહેરમાં ખૂબ જ ઉત્સાહ હતો જેથી ચાતુર્માસ ખૂબ જ દીપ્યું હતું. સોનામાં સુંગધ ભળે તે ન્યાયે લીંબડીના મહારાજ સર જશવંતસિંહજી ભાદરવા સુદ-૬ના દિવસે દર્શનાર્થે પધાર્યા ને વિનયપૂર્વક કેટલાક પ્રશ્નો પૂછયા. પૂજય શ્રીએ સંતોષકારક જવાબ આપ્યા તેથી મહારાજ ખુશ થયા. ત્યારથી મહારાજાને મહારાજ શ્રી પ્રત્યે ઘણો જ પ્રેમભાવ વધ્યો અને હંમેશ દર્શનનો તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેતા હતા.
વંદન કરીએ દિલના જોડી તાર ગુરુજી વંદન કરીએ પાવન થઈએ કરી હૃદય ઝંકાર ગુરુજી પાવન થઈએ;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org