________________
૧૭૬
શ્રી દીપચન્દ્રજી સ્વામી પવિત્ર પુરુષ હતા કે તેમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
ત્રીજા ભાઈ સુંદરજી સ્વામીએ સગપણ કરેલ. સ્ત્રીનો ૧૩ વર્ષની ઉંમરે ત્યાગ કર્યો હતો. તેઓશ્રી પણ ખૂબ જ પ્રભાવશાળી હતા. આવી રીતે આ બંધુત્રિપુટીએ શાસન શોભાવી સંઘને ગૌરવ અપાવ્યું.
દિક્ષિત થયા પછી પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામીએ સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં પરિપૂર્ણ નિપુણતા મેળવી હતી. તેમણે જૈનશાસ્ત્રોનો પણ ગહનતાથી અભ્યાસ કર્યો હતો. તેમની બુદ્ધિ ખૂબ જ તીવ્ર હોવાથી કઠિન અભ્યાસ ટૂંક સમયમાં કરી શકતા. પૂર્વના મહાન પુણ્યના ઉદયે આભ્યતર વ્યક્તિત્વની સાથે તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ખૂબ જ આકર્ષક હતું, જેથી અનેક ભવ્ય આત્માઓ તેમનાથી ધર્મબોધ પામી જતા.
સંવત ૧૯૩૭ના પોષ વદિ ૧૩ને ગુરૂવારે પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને આચાર્ય પદવી લીંબડીમાં આપવામાં આવી. સંવત ૧૯૪૦ની સાલમાં જયારે પૂજ્ય શ્રી નથુજી સ્વામી કાળધર્મ પામ્યા ત્યારે ગાદીપતિ તરીકે પણ પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી જાહેર થયા અર્થાત ગાદીપતિ અને આચાર્ય એ બે પદવી તેમને પ્રાપ્ત થઈ.
'પ્રભાવક આચાર્યશ્રીને પ્રભાવક શિષ્ય પ્રાપ્ત થયા ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨માં અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે –
न वा लभेज्जा निऊणं सहायं, गणाहियं वा गणाओ समं वा । एगो वि पावाइं विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥
ભાવાર્થ સાધક આત્મા પોતાનાથી ગુણમાં અધિક અથવા ગુણમાં સમાન એવા શિષ્યને પ્રાપ્ત ન કરે તો એકાકી પાપકર્મોને દૂર કરતો અને કામભોગોમાં અલિપ્ત થતો થકો વિચારે, અને સાધના માર્ગમાં આગળ વધે.
પૂજય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી, વચનસિદ્ધ મ. શ્રી દેવકરણજી સ્વામી, મ. શ્રી રૂગનાથજી સ્વામી તથા તપસ્વી મ. શ્રી કસ્તુરચંદજી સ્વામી ઠા. ૪ સંવત ૧૯૩૭ની સાલમાં માંડવી કચ્છમાં ચાતુર્માસ હતા તે વખતે લીંબડીના રહીશ શાહ જગજીવન રૂગનાથ તથા તેમના તેજસ્વી પુત્ર નાગરકુમાર પૂજ્ય શ્રી પાસે લીંબડીથી અભ્યાસ કરવા માટે આવ્યા. તે જ અરસામાં સુદામડાના રહીશ તુરખિયા ચત્રભુજ કાલિદાસ પણ આવેલા, તે ત્રણે વૈરાગીઓએ સંવત ૧૯૩૮ના ચૈત્ર વદિ-૧૩ શનિવારે મુન્દ્રા મુકામે પૂજય શ્રીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org