________________
૧૭૪
શ્રી દીપચન્દ્રજી સ્વામી
આપના દર્શનની યાદગીરી રૂપે આપ મને આટલી પ્રતિજ્ઞાઓ આપો.” (૧) આજથી આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીશ. (૨) અસત્ય વચન બોલીશ નહિ. (૩) કાચી (સચિત્ત) લીલોતરી ખાઈશ નહિ તથા (૪) લાકડિયામાં અમુક મુદત સુધી સ્થાનક થાય તો મારે લાકડિયામાં રહેવું નહિતર ગામ છોડીને અન્યત્ર રહેવા જવું. પૂ. સાહેબે આ ચાર પ્રતિજ્ઞાઓ પાલાશાને કરાવી અને પાલાશાના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા.
પાલાશા વારંવાર પૂ. સાહેબને વંદન કરી પોલિસોને મળ્યા તથા બધાને ખૂબ જ મીઠાઈ આદિ અપાવી ખૂશ કર્યા. રાત્રે ભૂજ પહોંચી ગયા. ત્યાં તેમને કોર્ટમાં ખોટી જુબાની આપવા માટે લાંચિયા વકીલે ઘણું કહ્યું પરંતુ પાલાશા સત્યમાં દૃઢ રહ્યા ત્યારે તેમને છોડી મૂકવામાં આવ્યા. પાલાશા ત્રીજે દિવસે છૂટા થઈને અંજાર આવ્યા તથા અત્યંત ભક્તિભાવપૂર્વક પૂ. કાનજી સ્વામીને વંદન કરીને કહ્યું, “સાહેબ ! આપના આશીર્વાદથી મારા ઉપર આવેલ મરણાંતિક કષ્ટ ટળી ગયું. આપ ગુરૂદેવનો ઉપકાર હું કોઈ ભવમાં ભૂલી શકીશ નહિ.
22
આ પ્રસંગ ઉ૫૨થી ખ્યાલ આવી શકે છે કે પૂ. આચાર્યશ્રી કાનજી સ્વામી વચનસિદ્ધ મહાપુરૂષ હતા. તેમના બે શિષ્યો થયા (૧) પૂ.શ્રી રંગજી સ્વામી તથા (૨) પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી (આ બંને પિતા-પુત્ર હતા.)
પૂ. શ્રી કાનજી સ્વામી વિ.સં. ૧૯૩૬, મહાવદ-પના લીંબડી મુકામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા.
ગુંદાલા (કચ્છ)ના પાંચ ગાદીપતિ અજરામર સંપ્રદાયમાં થયા તેમાં સૌથી પહેલા ગાદીપતિ આચાર્ય શ્રી કાનજી સ્વામી થયા. છાડવા પરિવાર તથા ગુંદાલા ગામ માટે તેઓશ્રી ગૌરવરૂપ ગણાય.
*
શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ બંધુ ત્રિપુટી.
કચ્છ જિલ્લો, મુન્દ્રા તાલુકો, એનું એક ગામ, ગુંદાલા. ખૂબ જ રળિયામણું અને પ્રગતિશીલ એ ગામ. સ્થાનકવાસી જૈનોના ત્યાં ઘણા ઘર. લીંબડી મોટા સંપ્રદાયમાં સૌથી વધારે સાધુ-સાધ્વીઓ ગુંદાલાના થયા છે. ૫૧ થી વધારે સાધુસાધ્વીજીઓને એ ગામે લીંબડી સંપ્રદાયને આપ્યા છે. દિવ્યયુગપ્રર્વતક પૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org