________________
૧૭૨
સંવત ૧૮૮૮ના વૈશાખ વદ-૫ને રવિવારે સંથારો સીઝયો.
કોટી કોટી વંદન હો આવા ઉગ્ર તપસ્વી મુનિને કે જેમણે સિંહની જેમ સંયમ લીંધો અને સિંહની જેમ પાળ્યો.
(લખાજી સ્વામીના ચાબખાને આધારે)
* * *
શ્રી કાનજી સ્વામી
પૂ.
આચાર્યદેવ શ્રી કાનજી સ્વામી
પૂ. આચાર્ય શ્રી કાનજી સ્વામીનો જન્મ કચ્છ પ્રદેશના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામમાં વિ.સં. ૧૮૭૪, શ્રાવણ સુદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ કોરશીભાઈ તથા માતાનું નામ મૂળીબાઈ હતું. તેઓ વિશા ઓસવાળ જ્ઞાતિના હતા તથા તેમની અટક છાડવા હતી.
ગુરૂ મિલા તો સબ મિલા, નહિ તો મિલા ન કોઈ
જેને ગુરૂ મળે છે તેને બધું જ મળી જાય છે. ગુરૂ વિના ઘોર અંધકાર હોય છે. પૂ. આચાર્યસમ્રાટ અજરામરજી સ્વામી કચ્છ તથા વાગડમાં ખૂબ વિચર્યા હતા. તેથી વાગડના ને કચ્છના ક્ષેત્રોમાં ધર્મની સારી એવી જાગૃતિ આવેલી, પરંતુ એમના પછી પાંચમાં પટ્ટધર આચાર્ય શ્રી દેવજી સ્વામી કચ્છમાં ખૂબ જ વિચર્યા. તેમના ૧૩ શિષ્યો થયા, તેમાં નવ શિષ્યો તો માત્ર એક ગુંદાલા ગામના થયા. પૂ. શ્રી દેવજી સ્વામીના સત્સંગમાં કાનજીભાઈ તથા સંગજીભાઈ આવ્યા. ગુરૂનો રંગ બરાબરનો લાગ્યો. તેજાભાઈ પણ એમના ભાઈ હતા.તેમના પરિવારનો કેવો ભવ્ય વારસો છે કે ત્રણ ત્રણ પેઢીથી સંઘપતિ તરીકેની સેવાઓ શ્રી ગુંદાલા સંઘને મળી રહી છે. તેજા કો૨શી સંઘપતિ થયા. તેમના સુપુત્ર રામજી તેજા સંધપતિ છે તથા તેમના નાનાભાઈ સ્વ. મેઘજી રામજી છાડવા વર્ષો સુધી ગાંધીધામ સંઘના સંઘપતિ રહ્યા તથા તેમના સુપુત્ર કલ્યાણજી મેઘજી હાલમાં ગાંધીધામ સંઘના ટ્રસ્ટી છે. મુલુન્ડ સંઘમાં વીરજી રામજી છાડવાએ પણ મંત્રી તરીકે સારી સેવાઓ આપેલ. આમ પૂરા પરિવારમાં ચાર ચાર પેઢીથી આવો ભવ્ય વારસો ચાલ્યો આવે છે.
પૂ.ગુરૂદેવ શ્રી દેવજી સ્વામી સાથે રહીને બંને ભાઈઓએ ખૂબ જ સારો અભ્યાસ કર્યો. વિ.સં. ૧૮૯૧ની સાલે પોષ સુદ-૧૮ના દિવસે કચ્છના ગાદીના ગામ માંડવી શહેરમાં કાનજીભાઈની દીક્ષા પૂ. દેવજી સ્વામીના શ્રીમુખેથી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org