________________
આ છે અણગાર અમારા
૧૭૧ અનશન કરવું બહુ કઠિન છે. વળી તમારી ઉંમર નાની છે માટે હમણાં રહેવા દો. પરંતુ લખાજી સ્વામી પોતાના નિર્ણયમાં મક્કમ હતા. આખરે પૂજ્ય શ્રીએ કહ્યું કે ચતુર્વિધ સંઘ ભેગો થાય પછી વાત.
થોડા સમયમાં યુર્વિધ સંઘ ભેગો થઈ ગયો ત્યારે તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ઉપવાસ શરૂ કર્યા યાને અનશનવ્રતની શુભ શરૂઆત કરી. આટલી નાની ઉંમરમાં આવી તૈયારી જોઈ લોકો આશ્ચર્યચક્તિ થઈ કહેવા લાગ્યા કે ચોથા આરા જેવો આત્મા પાંચમાં આરામાં જન્મ્યો છે, ધન્યવાદ છે.
આવા શાસનશણગાર સંતોને જોઈ કવિના મુખમાંથી ઉદ્ગાર નીકળી જાય છે કે –
જુઓ રે જુઓ રે જેનો કેવા વ્રતધારી; કેવા વ્રતધારી તેને વંદના અમારી... જુઓ.. ચારે તરફ અનશનવ્રતના સમાચાર ફેલાઈ જતાં ભાવિકો દર્શનાર્થે આવવા લાગ્યા આટલી નાની ઉંમરમાં અનશનવ્રતની આરાધના સમાધિભાવે યુવાન મુનિ કરે તે ખરેખર પાંચમાં આરા માટે એક વિરલ ઘટના કહી શકાય. અનશનવ્રતમાં દૃઢતા એટલી બધી હતી કે ખુદ ઈન્દ્ર આવે તો પણ ચલિત કરી શકે તેમ ન હતું. આવા સંતો માટે કહેવાય છે કે –
મેરુ તો ડગે પણ જેનાં, મનડાં ડગે નહિ રે,
ભાંગી પડે ભલે બ્રહ્માંડ રે.. સૌને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ હતી કે અનશનવ્રતના ૪૫મા ઉપવાસે વ્યાખ્યાન આપ્યું. તેઓશ્રી અપ્રમત્ત દશામાં તે જ સમાધિભાવમાં ઝૂલી રહ્યા હતા. હસી હસીને કર્મો બાંધનારા જીવો આ દુનિયામાં ઘણા છે. પરંતુ હસી હસીને કર્મોને ખપાવનારા તો કોઈ વિરલા જ હોય. મુનિ શ્રી પણ હસી હસીને સમતાભાવે કર્મો ખપાવી રહ્યા હતા.
જિનશાસન વિશ્વમાં સૂર્યની જેમ ચમકી રહ્યું છે તેની પાછળ આવા ઉગ્રતપસ્વી અને સંયમી મુનિઓનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. ખરેખર આ શાસનની બલિહારી છે કે એમાં આવાં રત્નો પાકે છે.
અનશનવ્રતના કારણે શૂરવીર અને ધીર એવા લખાજી સ્વામીની આંખો ઊંડી ગઈ, લોહી, માંસ, સુકાઈ ગયાં, હાડકાંનો અવાજ આવવા લાગ્યો છતાં આત્મતેજ વધારે દેદીપ્યમાન થયું. જૈનશાસનનો જય જયકાર થવા લાગ્યો. એમ ઉચ્ચ-ઉચ્ચતર દશામાં ૬૪ દિવસ પસાર થઈ ગયા, ૬પમાં દિવસે સમાધિભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org