________________
૧૭૦
શ્રી લખાજી સ્વામી તે ઉપરાંત તેહપુર્વ મહાપત્ની એ દશવૈકાલિક સૂત્રના મહાવાક્યને પણ એમણે જીવનમાં ઉતાર્યું હતું. એમને શરીર ઉપર જરાય મોહ ન હતો. શિયાળામાં ઠંડી સહન કરતા હતા. ઉનાળામાં આતાપના લેતા હતા અને ચોમાસામાં શરીરને સંકોચીને જેમ બને તેમ બહાર ઓછું જતા. આમ દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનની બારમી ગાથાને સારી રીતે પચાવી હતી.
आयावयंति गिम्हेसु, हेमन्तेसु अवाऊडा ।
वासासु पडिसंलीया, संजया सुसमाहिया ॥ ભાવાર્થ સમાધિમાં સ્થિર સંયમી આત્માઓ ઉનાળામાં આતાપના લે છે, શિયાળામાં ઠંડી સહન કરે છે, વર્ષાઋતુમાં શરીરને સંકોચે છે.
આવી ઉગ્ર કરણી દ્વારા તેઓ કર્મોની ભારે નિર્જરા કરતા હતા. આવા મહામુનિરાજોને જોઈને મુનિ શ્રી આસકરણજી કહી રહ્યા છે કે એક એક મુનિવર રસના ત્યાગી, એક એક જ્ઞાન ભંડાર રે પ્રાણી; એક એક મુનિવર વૈયાવચ્ચે વૈરાગી, જેના ગુણોનો નાવે પાર રે પ્રાણી....
તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ઉચ્ચ અને ઉચ્ચતર દશામાં સંયમની આરાધના કરી પોતાનું જીવન અનેક સાધકોના માટે પ્રેરણાદાયી બનાવ્યું.
તેમના ગુરુદેવ આચાર્ય શ્રી ભાણજી સ્વામી સંવત ૧૮૮૭ના વૈશાખ સુદ ૧૧ના દિવસે રામોદ ગામમાં સ્વર્ગવાસ પામ્યા. તે વર્ષે બીજા બે ગુરુભાઈઓ તથા લખાજી સ્વામી ઠાણા-૩નું ચાતુર્માસ ધોરાજી હતું. તે જ ચોમાસામાં સાથેના બન્ને મુનિરાજો કાળધર્મ પામતા તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીનો વૈરાગ્ય પ્રબળ બન્યો. આયુષ્યની અનિત્યતા ક્ષણે ક્ષણે સતાવવા લાગી તેથી તેમણે માત્ર ૨૬ વર્ષની ઉંમરે આજીવન અનશન (સંથારો) કરવાનો દઢતમ સંકલ્પ કર્યો. શ્રી સંઘને આ વાતની જાણ થતાં તરત જ લીંબડી સંઘને તથા આગેવાન સાધુઓને જાણ કરવામાં આવી. આટલી નાની ઉંમરમાં સંથારાની રજા ક્યાં મળે ? મુનિરાજ શ્રીની તીવ્ર ભાવના જોઈ લીંબડી સંઘે તથા વડીલ મુનિરાજોએ વચલો રસ્તો કાઢ્યો કે આપ લીંબડી પધારો પછી જોયું જશે.
તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામીએ ધોરાજી ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર કર્યો. ગામે ગામ દરેકને ખમાવતા ખમાવતા અનુક્રમે લીંબડી પધાર્યા. ત્યાં સકલાગમરહસ્યવેદી આચાર્ય શ્રી દેવજી સ્વામી બિરાજતા હતા. તેમને વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક તેમની પાસે અનશન કરવાની આજ્ઞા માગી. પૂજય શ્રીએ ખૂબ સમજાવ્યો કે ભાગ્યશાળી ! અનશનની વાત કરવી સહેલી છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org