________________
૧૬૯
આ છે અણગાર અમારા
યોગ્ય ઉમરે માતા-પિતાએ તેમને અભ્યાસ કરવા માટે પાઠશાળામાં બેસાડ્યા. સોળ વર્ષની ઉંમરે તો ભણીગણીને તૈયાર થઈ ગયા. પિતાજીની સાથે વેપારમાં પણ જોડાયા. તેમણે વેપાર-ધંધામાં સારી પ્રવીણતા મેળવી લીધી.
એક વખત કુટુંબીજનો સાથે તેઓ લીંબડી ગયા. ત્યાં પૂજય આચાર્ય શ્રી ભાણજી સ્વામી બિરાજતા હતા. શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની પાટ પરંપરાએ તેઓ શ્રી ત્રીજા પટ્ટધર હતા. તેમના દર્શન કરી બધાએ ધન્યતાનો અનુભવ કર્યો. તેમની દ્દયસ્પર્શી વાણી સાંભળી બેલાના એ તરણ વેપારી વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સદૂગુરુના સમાગમમાં કેવી તાકાત છે કે તેમના સમાગમમાં આવનારને તેઓ પારસમણિ બનાવી દે છે. દુનિયામાં બધું મળવું સહેલું છે પરંતુ સદ્ગુરુનો સાચા સંતોનો સમાગમ દુર્લભ છે, તેથી જ કવિ સુંદરદાસજી કહે છે –
માત મીલે પુનિ તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ . રાજ મિલે સબ સાજ મિલે ગજરાજ મિલે મનવંછિત પાઈ |
લોક મિલે સુરલોક મિલે બિધિલોક મિલે વૈકુંઠમેં જાઈ સુંદર ઔર મિલે સબ હી સુખ દુર્લભ સંત સમાગમ ભાઈ ! સદ્ગુરુદેવ પૂજ્યપાદ શ્રી ભાણજી સ્વામીની પાસે સોળ વર્ષની ઉંમરે લીંબડીમાં જ દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ લખાજી સ્વામી જાહેર કર્યું.
દીક્ષિત થયા પછી લખાજી સ્વામી લુખો સૂકો આહાર કરતા. પ્રારંભથી જ તેમણે આહારસંજ્ઞા ઉપર વિજય મેળવ્યો હતો. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યનની પચ્ચીસમી ગાથાના ભાવને અક્ષરશઃ Æયમાં ઉતાર્યો હતો.
लूहविती सुसंतुढे, अप्पिच्छे सुहरे सिया । ___ आसुरत्तं न गच्छिज्जा, सुच्चाणं जिणसासणं ॥
ભાવાર્થ : જિનશાસનને-જિનાજ્ઞાને સાંભળીને સાધક આત્મા લુક્ષ રુક્ષ આહાર કરે, જે મળે તેમાં સંતોષ માને, ઈચ્છાઓને દૂર કરે, ઉતાવળો ન ચાલે પરંતુ સંયમભાવમાં દઢ રહે.
( ધન્ય છે એ મહાન તપસ્વીને !
મુનિરાજ શ્રી નવયુવાન હોવા છતાં ફક્ત ત્રણ જ દ્રવ્યની છૂટ રાખી હતી. તેમાંય ચાલુ વપરાશમાં તો ફક્ત બે જ દ્રવ્ય વાપરતા હતા. આવી રીતે વૃત્તિસંક્ષેપ તપનું આચરણ તો સારી રીતે ચાલી રહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org