________________
૧૬૮
શ્રી લખાજી સ્વામી કરી, જે હાલમાં ગોપાલ સંપ્રદાયના નામથી ઓળખાય છે. - સંઘવી સંપ્રદાય અલગ થયો તેમાં મુખ્ય કારણ એ હતું કે પૂજ્ય અજરામરજી સ્વામીની સામાચારી પ્રમાણે બીજા સંપ્રદાયમાંથી છૂટા પડેલા સાધુને સંપ્રદાયમાં ભેળવવો નહિ જ્યારે ઉપરોક્ત સાધુઓએ અન્ય સંપ્રદાયમાંથી આવેલા સાધુને ભેળવ્યો તે મુદ્દા ઉપર છૂટા થવું પડ્યું.
બન્ને સંપ્રદાય અલગ અલગ છતાં એકબીજામાં વૈમનસ્યભાવ જરાય નહિ તે પૂજય શ્રી અજરામરજી સ્વામીની કૃપા જ કહી શકાય.
પૂજય શ્રી દેવજી સ્વામી અનેક ભવ્ય આત્માઓને બોધ આપી સુલભબોધી બનાવીને ૫૦ વર્ષ સુધી દીક્ષા પાળી, ૩ર વર્ષ આચાર્યપદે રહી ૮ વર્ષ ગાદીપતિ પદે બિરાજી, ૬૦ વર્ષની મધ્યમ ઉંમરે સંવત ૧૯૨૦ના જેઠ સુદિ-૮ના લીંબડી મુકામે સમાધિભાવે કાળધર્મ પામ્યા.
ચાતુર્માસમાં એમની તિથિ શ્રાવણ સુદ-૮ના ઊજવવામાં આવે છે.
'તપસ્વીરાજ શ્રી લખાજી સ્વામી
ઉગ્ર તપસ્વી મહારાજ શ્રી લખાજી સ્વામીનો જન્મ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં બેલા ગામે થયો હતો. તેમના પિતાજીનું નામ હરજીવનભાઈ દેસાઈ હતું. તેમના માતાજીનું નામ સામભાઈ હતું. હરજીવનભાઈ ખૂબ જ નીતિમાન તેમ જ સદાચારી હતા. સામભાઈ પણ સુશીલ અને સગુણી હતા. આવા સુસંસ્કારી માતા-પિતાને ત્યાં ધર્મી બાળકનો જન્મ થાય તેમાં કોઈ નવાઈ નથી. ખરું જ કહ્યું છે કે :
पुण्यतीर्थे कृतं येन, तप: क्वाप्यतिदुष्करम् । तस्य पुत्रो भवेद् वश्यः, समृद्धो धार्मिक सुधीः ।।
हितोपदेश ભાવાર્થ : જે માતા-પિતાએ પવિત્ર ક્ષેત્રમાં અતિ દુષ્કર તપ કર્યું હોય તેમનો પુત્ર આજ્ઞાંકિત, સમૃદ્ધ, ધાર્મિક અને બુદ્ધિશાળી થાય છે. લખાજી સ્વામીમાં આ બધા ગુણો બાળપણથી જ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org