________________
આ છે અણગાર અમારા
૧૭૫
આચાર્ય શ્રી દેવજી સ્વામીના તેર શિષ્યોમાંથી નવ શિષ્યો ગુંદાલા ગામના હતા.
તે ગૌરવવંતા ગામમાં ભોજરાજભાઈ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેઓશ્રી ધર્મશ્રદ્ધાળુ અને નીતિમાન હતા. તેમને ખેતઈબાઈ નામના આદર્શ ગૃહિણી હતી કે જેઓ શીલ અને સદ્ગુણોથી શોભતા હતા. તેઓ શ્રી વીસા ઓસવાળ જ્ઞાતિનાં હતા. તેમની અટક દેઢિયા હતી.
તેમના ત્રણ સુપુત્રો સંયમના માર્ગે વળ્યા અને માતા-પિતાના નામને તથા જિન શાસનને રોશન કર્યું, તે મહાપુરુષોના ટુંક જીવન વૃત્તાંત જોઈએ.
શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીનો જન્મ માતા ખેતઈબાઈના કુક્ષિએ સંવત ૧૮૯૦ના ફાગણ સુદિ-૧૨ના દિવસે ગુંદાલમાં જ થયો હતો. તેમનું સંસારી નામ દીપચન્દ્ર હતું. બચપણથી જ તેમને ધર્મ ઉપર સારો પ્રેમ હતો. માતા-પિતાના ધાર્મિક સંસ્કારોના કારણે પુત્રોમાં પણ ધર્મના સંસ્કાર
હતા.
પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી સંવત ૧૯૦૧ની સાલમાં કચ્છમાં પધાર્યા અને અનુક્રમે ગુંદાગાને પાવન કર્યું. તે વખતે દીપચન્દ્રકુમારની ઉંમર ૧૧ વર્ષની હતી. પૂજ્ય ગુરુદેવના સમાગમથી તેમનો વૈરાગ્ય પ્રબળ બન્યો અને પૂ. શ્રી પાસે સંયમ લેવાનો નિર્ણય કર્યો. સાચું જ કહ્યું છે આ સુભાષિતમાં
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । તીર્થ: તતિ નેિન, સદ્ય: સાથડસમાનમઃ ॥
ભાવાર્થ : સાધુઓનાં દર્શનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાધુઓ સ્વયં તીર્થરૂપ છે. પેલા તીર્થ તો અમુક સમય પછી ફળ આપે જ્યારે સાધુનો સમાગમ તો તરત જ ફલીભૂત છે. તેથી હંમેશા સાધુ સમાગમ કરતા રહેવું.
દીપચન્દ્રકુમાર પૂ. ગુરુદેવ શ્રી દેવજી સ્વામીના સાન્નિધ્યમાં રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા તેમ જ સંયમ જીવનની તાલીમ પણ લેતા રહ્યા. પૂ. આચાર્ય શ્રીએ પણ હીર બરાબર પારખ્યું હતું કે આ બાળક આગળ જતાં શાસનદીપક થશે. બરાબર એમ જ થયું.
સંવત ૧૯૦૧ના મહાવદ-૧ ગુરુવારે અંજાર શહેરમાં ૧૧ વર્ષની ઉંમરે દીપચન્દ્રકુમારને પૂજ્ય શ્રીએ દીક્ષા આપી પોતના શિષ્ય બનાવ્યા. દીપચન્દ્રજી સ્વામી નામ રાખ્યું.
તેમના મોટાભાઈ દેવકરણજી સ્વામી પોતાની પરણેતરનો ૨૫ વર્ષની ઉંમરે ત્યાગ કરી તીવ્ર વૈરાગ્યની સાથે દીક્ષા લીધી હતી. તે દેવકરણજી સ્વામી એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org