________________
૧૮૪
શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી થયું હતું. પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામીએ પણ બહુ સારો અભ્યાસ કર્યો હતો. તેમને બે શિષ્યો હતા. (૧) મ. શ્રી કરમચંદજી સ્વામી તથા (૨) મ. શ્રી મોટા શામજી સ્વામી.
સંવત ૧૯૨૨ની સાલમાં પંડિતરાજ શ્રી લાધાજી સ્વામી પ્રથમ વાર ગુજરાતમાં પધાર્યા. પૂજય આચાર્ય શ્રી દેવજી સ્વામીના તેર શિષ્યોમાંથી પહેલી જ વાર ગુજરાતમાં ગયા હોય તો તે પૂ. શ્રી લાધાજી સ્વામી. તે સાલમાં તેઓશ્રી અમદાવાદ ચોમાસું રહ્યા.
અમદાવાદ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ પધાર્યા. તે તરફ જતાં અનેક પ્રકારનાં સંકટ સહન કરવા પડ્યા હતા છતાં તેઓશ્રી અડગ રહ્યા હતા કારણ કે ઉત્તમ આત્માઓ શુભ કાર્યમાં આવતા સંકટોને સહન કરીને આરંભેલ કાર્યમાં સાંગોપાંગ પાર ઊતરે જ છે. શ્રી ભર્તુહરિએ સાચું કહ્યું છે કે –
प्रारभ्यते न खलु विज भयेन नीचैः । प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्यां ॥ વિનૈઃ પુનઃ પુનારા પ્રતિદચમીનાઃ |
પ્રારવ્યમુત્તમના જ પરિત્યાન્તિ નીતિશતક ભાવાર્થઃ નીચ પુરુષો વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ કરતા નથી. મધ્યમ પુરુષો વિઘ્ન આવતા આરંભેલ કાર્યને છોડી દે છે. ઉત્તમ પુરુષો વારંવાર વિપ્નથી વિહત થયા છતાં પ્રારંભેલ કાર્યનો ત્યાગ કરતા નથી. અનેક પ્રકારનાં સંકટો તથા પરીષહો સહેવા પડવા છતાં ગુજરાત બાજુની વિહારયાત્રા ચાલુ રાખી અનેક જીવોને બોધ આપ્યો.
સંવત ૧૯૨૩ની સાલનું ચોમાસું સુરત કરી ફરીને ચાર વર્ષે સંવત ૧૯૨૬ની સાલનું ચોમાસું અમદાવાદ રહ્યા. તે ચાતુર્માસ પૂર્ણ કરી સંવત ૧૯૨૮ની સાલમાં શેષકાળમાં ખેડા પધાર્યા. ત્યાં તેમનો ઉપદેશ એટલો બધો અસરકારક નીવડ્યો કે ત્યાં રહેતા રૂગનાથદાસ ભાવસારના પુત્ર પાનાચંદનું હૃય સંસારથી તદ્દન વિરક્ત બની ગયું. તેમણે સંયમ લેવાનો નિર્ણય કર્યો. તેમને બે પત્નીઓ હતી. તેમના મોટા ભાઈ અને પત્નીઓએ ના પાડી પણ તેમને વૈરાગ્યનો રંગ પાકો લાગ્યો હતો તેથી પોતાના નિર્ણયમાંથી ચલિત થયા નહિ. આખરે બધાની અનુજ્ઞા મેળવીને સંવત ૧૯૨૮ના પોષ સુદિ-પૂનમના દિવસે આ અનિત્ય સંસારનો ત્યાગ કરી પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય થયા. તેઓ ઘણા ભદ્રિક અને વિનયી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org