________________
આ છે અણગાર અમારા
૧૭૩ એમના પછી સંઘજીભાઈએ અમુક વર્ષો પછી દીક્ષા લીધી તથા વિ.સં. ૧૯૪૫ની સાલે મોરબીમાં કાળધર્મ પામેલા. એમના જીવન વિશે વિશેષ માહિતી નથી.
આચાર્યપદની પ્રાપ્તિઃ પૂ. શ્રી કાનજી સ્વામીને વિ.સં. ૧૯૨૧, મહા સુદિ-૫ના દિવસે લીંબડી મુકામે આચાર્ય પદવીની પછેડી ઓઢાડવામાં આવી હતી. તેઓશ્રીના શાસનકાળ દરમિયાન અજરામર ધર્મસંઘમાં ઘણી દીક્ષાઓ થઈ હતી.
- લાકડિયાના ધર્મવીર પાલાશાને આશીર્વાદ ફળ્યા
લાકડિયા છ કોટિ જૈન સંઘના આદ્યસ્થાપક ધર્મવીર પાલાશા ઉપર વિરોધીઓએ ખોટી રીતે ખૂનનો આરોપ લગાડી મરાવવાની તૈયારી કરાવી હતી પરંતુ સારાને આંચ ન આવે એ ઉક્તિ અનુસાર તેઓ ધર્મના પ્રતાપે ને સત્યના પ્રભાવે ઉગરી ગયા.
તેમની સત્ય ઘટના વાંચવા જેવી છે. લાકડિયામાં દરબારોના ઝઘડા થયા તેમાં એકબીજાના ખૂન થયેલા. ત્યાં પાલાશા હતા પણ નહિ છતાં ખોટી રીતે એમને હેરાન કરવા એમનું નામ સંડોવવામાં આવ્યું, પરંતુ પાલાશા નિર્ભય હતા. તેમના ઉપર તહોમતનામું મૂકીને ભૂજ કોર્ટમાં હાજર થવા બોલાવ્યા. પોલિસો સાથે હતા તેમણે વાયા દુધઈ રસ્તે ભૂજ જવાનું કહ્યું પણ પાલાશાએ અંજારનો રસ્તો લેવડાવ્યો. કેમકે ત્યાં અજરામર સંપ્રદાયના આચાર્ય ચરિત્રનાયક શ્રી કાનજી સ્વામી બિરાજતા હતા. પાલાશાએ પૂ. આચાર્ય સાહેબના દર્શન કર્યા ને બેઠા ત્યાં પૂ. કાનજી સ્વામીએ કહ્યું, “પાલાશા ! આફત આવી છે ને?”
પાલાશાએ કહ્યું, “હા, ગુરૂ મહારાજ ! ખૂનની ઉશ્કેરણીનો ખોટો આરોપ આવ્યો છે અને જુબાનીઓ મારી વિરૂદ્ધમાં થઈ છે પણ તે બાબતની મને કોઈ ચિંતા નથી કારણ કે અહીં અન્યાય થશે પણ કુદરતના ઘરે તો ન્યા છે તેથી શુભ પરિણામ જરૂર મળશે, પરંતુ દુઃખ એ વાતનું છે કે લાકડિયામાં સ્થાનક બનાવવાની મારી ભાવના અધૂરી રહી જશે.” તેમનાથી વધારે બોલી શકાયું નહિ, આંખમાંથી આંસુ સરી પડ્યા.
પૂ. શ્રી કાનજી સ્વામીએ તરત જ પાલાશાને કહ્યું, “તમારે જરાય ગભરાવાની જરૂર નથી. સત્યનો જ વિજય થાય છે. તમે આજથી બરાબર ત્રીજે દિવસે અહીં આવીને મારા દર્શન કરશો. તમને મુશ્કેલી પડશે પણ તમારી ધારણા સફળ થશે.”
પૂ. સાહેબની આવી મધુર વાણી સાંભળીને પાલાશાને ખૂબ જ શાંતિ થઈ. તેમણે ભક્તિભાવથી કહ્યું, “આપના આશીર્વાદથી મારી આપત્તિ દૂર થશે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org