________________
આ છે અણગાર અમારા
૧૬૭
સારી રીતે ખેડાણ કરી વ્યવસ્થિત બનાવ્યાં તો પૂજયશ્રી દેવજી સ્વામીએ તેને ફળદ્રુપ બનાવવા ખૂબ જ સિચન કર્યું. કચ્છ-વાગડમાં અવારનવાર પધારી લીંબડી સંપ્રદાયનાં ક્ષેત્રોને એકદમ મજબૂત બનાવી ધર્મના રંગે રંગી દીધાં. વળી તે વખતમાં યતિઓનું ખૂબ જોર હતું. યતિઓ શિથિલાચારી હોવાને કારણે સાચા સાધુઓને રામાણિયા જેવા અમુક ગામોમાં આવવા દેતા ન હતા. પરંતુ પૂજયશ્રીના પ્રભાવથી યતિઓ ફાવી શક્યા નહિ. પૂજયશ્રીના જયાં જયાં પગલાં થતાં ત્યાં ત્યાં જય જયકાર થતો, ધર્મની પ્રભાવના થતી.
તેમની વ્યાખ્યાનશક્તિ પણ ખૂબ જ જોરદાર હતી જેથી ઘણા ભવ્ય આત્માઓ શીધ્ર બોધ પામી જતા હતા. તેમના સદુપદેશથી પ્રેરાઈને ૧૩ શિષ્યોએ તેમની પાસે દીક્ષા લીધી તે લીંબડી સંપ્રદાયના ૨૦૦ વર્ષના ઈતિહાસમાં રેકર્ડરૂપ છે. તે તેર શિષ્યોનાં નામ - (૧) તપસ્વી શ્રી વનાજી સ્વામી (૨) પૂજય આચાર્ય શ્રી નથુજી સ્વામી (૩) ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી (૪) પૂજય આચાર્ય શ્રી નથુજી સ્વામી (૫) પંડિત શ્રી સુંદરજી સ્વામી (૬) પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી (૭) મ. શ્રી જેચંદજી સ્વામી (૮) Wવીર મોટા શ્રી જીવણજી સ્વામી (૯) પૂજ્ય સાહેબ શ્રી લાઘાજી સ્વામી (૧૦) પૂજય સાહેબ શ્રી મેઘરાજજી સ્વામી (૧૧) મ. શ્રી સંઘજી સ્વામી (૧૨) મ. શ્રી મકનજી સ્વામી (૧૩) મ. શ્રી વરચંદજી સ્વામી.
આ તેર શિષ્યોમાંથી ૧૧ શિષ્યો તો મહાન પ્રભાવશાળી અને વિદ્વાન થઈ ગયા. ૮ શિષ્યોને પ્રશિષ્યો થયા. વર્તમાન કાળે તેમના બે શિષ્યોનો પરિવાર પ્રવર્તે છેઃ (૧) પૂજય શ્રી કાનજી સ્વામી (૨) પૂજ્ય શ્રી નથુજી સ્વામી,
સંવત ૧૯૧૪ની સાલમાં પૂજ્યશ્રી દેવજી સ્વામી ગાદીની પાટે બિરાજયા. આચાર્ય તો સંવત ૧૮૮૮ થી હતા. હવે ગાદીપતિ પદ પણ પ્રાપ્ત થયું.
લીંબડી નાના સંઘનો ઉદભવ
પૂજ્ય શ્રી દેવજી સ્વામીની હાજરીમાં સંવત ૧૯૧૫ની સાલમાં પૂ. શ્રી દેવરાજજી સ્વામીના શિષ્ય મ. શ્રી અવિચળજી સ્વામી, તેમના શિષ્ય હેમચંદજી સ્વામી અને હેમચંદજી સ્વામીના શિષ્ય ગોપાલજી સ્વામી વગેરે ૧૪ સાધુઓ સંપ્રદાયથી જુદા થયા અને લીંબડી નાનો સંપ્રદાય અર્થાત્ સંઘવી સંઘની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org