________________
આ છે અણગાર અમારા
૧૬૫ બાળકની માતા છે.
પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી દેવજી સ્વામીને પેલા ભાઈએ આ સમાચાર આપ્યા કે એક વખતની તમારી શ્રાવિકા મારી નવી પત્નીને ખૂબ હેરાન કરે છે માટે એને સમજાવો. પૂજ્યશ્રીએ કહ્યું કે, “હવે જ્યારે એના શરીરમાં આવે ત્યારે મને બોલાવજો.”
પેલી વ્યંતરી જ્યારે નવી પત્નીના શરીરમાં આવી ત્યારે તરત જ પૂજ્યશ્રીને બાલવવામાં આવ્યા.
પૂજયશ્રીને જોતાં જે પેલીના શરીરમાં રહેલી વ્યંતરીએ વંદન કર્યા. પૂજયશ્રીએ તેને પૂછ્યું તો નામઠામ વગેરે બરાબર આપ્યા. પછી કહ્યું કે, “તું આને શા માટે હેરાન કરે છે? એક વખત તે મારી પાસેથી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા હતાં, ધર્મને જાણનારી એવી તું આને પરેશાન કરે તે બરાબર ન કહેવાય.” ત્યારે પેલીએ જવાબ આપ્યો, “ગુરુદેવ ! આપની વાત બરાબર છે પરંતુ આ મારા પુત્રને હેરાન શું કામ કરે છે? આપની સાક્ષીએ જો મને વચન આપે તો હું એના શરીરમાંથી નીકળી જાઉં અને હેરાન ન કરું પરંતુ જો મારા પુત્રને હેરાન કરવાનું નહિ છોડે તો હું એને નહિ છોડું વધારે હેરાન કરીશ. છતાં આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે.” પૂજ્યશ્રીએ નવી પત્નીને શિખામણ આપી કે તમારી શોક્યનો પુત્ર એ તમારો જ પુત્ર કહેવાય માટે અંગજાતની જેમ એને સંભાળવો જોઈએ. તમારી એ ફરજ બની રહે છે. નવીએ પોતાની ભૂલ બદલ માફી માગી અને હવેથી આ બાળકને પુત્રની જેમ સાચવવાનું વચન આપ્યું, પેલા ભાઈએ પણ કહ્યું કે, “હું આનું સાંભળી પુત્રને હેરાન નહિ કરે.” આમ સહુનું સમાધાન કરી પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવી એટલે પેલી વ્યંતરીએ પૂજયશ્રીને વંદન કરી વિદાય લીધી.
સાચા સંતોનો પ્રભાવ કેવો હોય છે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે, તેઓને મંત્રતંત્ર વગેરે કાંઈ કરવાની જરૂર નથી હોતી, તેમના ચારિત્રનો પ્રભાવ જ એવો હોય છે કે અજ્ઞાની આત્મા તેમના સદુપદેશથી પ્રેરાઈને સમજદાર બની જાય છે અને ધર્મના માર્ગે પ્રગતિ કરે છે.
એક વખત પૂજ્ય આચાર્યશ્રી દેવજી સ્વામી આદિ ઠાણાઓ તથા અમુક મહાસતીજીઓ માંડવી (કચ્છ) પધારી રહ્યા હતા. તે વખતે માંડવીની નદીમાં પુલ બાંધેલો ન હતો. નીકળ્યા ત્યારે પાણી ન હતું પરંતુ દરિયાની ભરતીના કારણે એકાએક પાણી આવી જતાં બીજા તો બધા નીકળી ગયા પરંતુ એક સાધ્વીજી પૂરમાં તણાવા લાગ્યાં. શ્રાવકો બધા જોતા રહ્યા, કોઈની હિંમત ચાલી નહિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org