________________
૧૫૮
શ્રી દેવજી સ્વામી બેનનું નામ સુંદરબાઈ હતું. માતુશ્રી વાલબાઈ નાની ઉંમરમાં જ કાળધર્મ પામ્યાં
હતાં.
જે જે મહાપુરુષો થયા છે તેમને બચપણમાં અનેક જાતના સંકટોનો સમનો કરવો પડ્યો હોય છે. આવા નિમિત્તોને પ્રાપ્ત કરીને એ મહાન આત્માઓ પોતાની આત્મિક ઉન્નતિ કરી શકે છે.
મોટાભાઈ મુંબઈ વેપારાર્થે ગયેલા. ત્યારે તેમને સારી ફાવટ આવી જવાથી પિતા પુંજાભાઈ તથા લઘુબંધુ દેવજી બન્નેને મુંબઈ તેડાવ્યા. તે વખતે મુંબઈ દરિયામાર્ગે વહાણ દ્વારા જવાતું હતું, સમય ઘણો લાગતો તેથી ખૂબ જ હાડમારી ભોગવવી પડતી હતી. બન્ને બાપ-દીકરાએ મુંબઈ જવાનો નિશ્ચય કર્યો. તેઓ વિવાણિયા બંદર આવ્યા. રાત્રિવાસ ધર્મશાળામાં કર્યો. મધ્યરાતે વહાણ આવ્યું અને પિતા-પુત્ર જાગ્યા. પાણીનું ઠામ હાથમાં આવ્યું નહિ જેથી તે શોધવામાં ઘણો સમય નીકળી ગયો અને વહાણ ઊપડી ગયું હવે પછી એક મહિને વહાણ આવશે એમ સાંભળી પિતા-પુત્ર બન્ને વાંકાનેર પાછા આવ્યા. “માણસ ધારે કાંઈક અને કુદરત s siss !!” “Man Proposes, God disposes.”
થોડા દિવસ પછી ફરીને લાલજીભાઈનો પત્ર આવ્યો કે તમે આવવાનું લખીને કેમ આવ્યા નહિ ? હવે આવવું હોય તો ભાવનગર થઈને આવો. તેથી પિતા-પુત્ર ભાવનગર તરફ રવાના થયા, રસ્તામાં ચમારડી સુધી પહોંચ્યા પણ
ત્યાં તો અચાનક પુંજાભાઈને ઝાડા થયા તેથી પાછા વળ્યા. બે ગાઉ પાછા વળ્યા કે તબિયત સારી થઈ તેથી ફરી ભાવનગર જવાનો વિચાર કર્યો, ફરી વલ્લા ચમારડી સુધી આવ્યા, ફરી ઝાડા થયા. આમ ત્રણ વખત થયું તેમાંય કુદરતનો અતિ શુભ સંકેત હતો જ.
તેઓ ભાવનગર તરફ આગળ વધી ન શક્યા. તેમની ઈચ્છા મુંબઈ જવાની ઘણી હતી પરંતુ કુદરતે જૂદું જ ધાર્યું હતું જેથી પાછા વાંકાનેર આવ્યા.
'પ્રભાવશાળી રેખાઓ જોઈ પ્રભાવિત થતા પુંજાભાઈના
'ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજ
મહાપુરુષોના લક્ષણો ક્યારે છાનાં રહેતાં જ નથી. જાણકાર માણસોને ખ્યાલ આવી જ જાય છે કે આ ભવિષ્યમાં મહાન થવાનો છે. પિતાશ્રી પુંજાભાઈના ગુરુ હતા કલ્યાણદાસજી મહારાજ, તેઓની પાસે અવારનવાર પુંજાભાઈ જતા. એક વખત તેઓ દેવજીને સાથે લઈને ગયા. કલ્યાણદાસજી મહારાજે દેવજીને સામુદ્રિક રેખાઓ વગેરે જોઈને જાણી લીધું કે આ બાળક આગળ જતાં ઘણો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org