________________
આ છે અણગાર અમારા
૧૫૭ વંશ પરમારમાં મારૂ નામના પૂર્વજથી મારૂ ગોત્ર પડ્યું. એમાં એમના વંશમાં વેરશી દાદા થયા. એમના પછીની વંશાવળિ ઉતરતા ક્રમે નીચે મુજબ છે. (૧) વેરસી, (૨) દેવકરણ, (૩) વીરમ, (૪) વરજાંગ, (૫) જેતકરણ, (૬). આસંગ, (૭) જગાભાઈ, (૮) જેતશી, (૯) ઉગાભાઈ, (૧૦) આસોભાઈ, (૧૧) રણમલ, (૧૨) હરગણ (મૂળ માંઢા ગામથી પડાણા રહેવા આવ્યા.) (૧૩) ખીંયસી, (૧૪) ખીંયસીના બે દીકરા વીરપાર અને આણંદ (અજરામર), (૧૫) મેઘાભાઈને કરમશીભાઈ એમના દીકરા ધરમશી—એમના દીકરા પોપટભાઈનો પરિવાર પડાણામાં છે. માણેકભાઈના મોટા દીકરા વીરપારનો પરિવાર મોસાળમાં મોટા લખિયા ગામમાં છે.(આ બન્નેના પરિવારની હકીકત અન્યત્ર છે તે વાંચી લેવી).
દિવ્યયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય
| શ્રી દેવજી સ્વામી
ધન્ય હોય માતા-પિતા ધન્ય હોય કુલ ગોતા
મહાપુરુષ જન્મ જહાં, લીયે ધર્મકી જ્યોત ! જ્યાં ધર્મની જ્યોત ફરકાવનાર મહાપુરુષનો જન્મ થાય છે તે માતા-પિતા, તે કુળ અને તે ગોત્રને ધન્ય છે.
મચ્છુ નદીના કિનારે વસેલું વાંકાનેર શહેર ખૂબ જ રમણીય છે. જે શહેરમાં સકલાગમ રહસ્યવાદી પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૮૬૦, કારતક સુદમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પુંજાભાઈ અને માતૃશ્રીનું નામ વાલબાઈ હતું. તેઓ જ્ઞાતિએ લોહાણા (ઠક્કર) હતા અને વાંકાનેરમાં ફૂલવાડીમાં રહેતા હતા.
મહાપુરુષોના માટે કોઈ એવો નિયમ નથી કે અમુક જ જ્ઞાતિમાં થાય. ઈતિહાસ વાંચવાથી ખ્યાલ આવી શકે છે કે દરેક જ્ઞાતિમાંથી મહાપુરુષો પાકે છે.
ભગતબીજ પલટે નહિ, જો જુગ જાય અનંત
ઊંચનીચ કુલ અવતરે, આખર સંત તે સંત // આ દુહો પણ એ જ વાતને પુષ્ટ કરે છે કે મહાપુરુષનો જન્મ ગમે તે જ્ઞાતિમાં થઈ શકે છે. ચરિત્રનાયક શ્રીના મોટાભાઈનું નામ લાલજીભાઈ હતું અને તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org