________________
૧૫૬
શ્રી અજરામરજી સ્વામી (૧) ભટ્ટના ચોપડાના આધારે હાલારી વીસા ઓશવાળ જ્ઞાતિનો ઈતિહાસ ટૂંકમાં
નીચે મુજબ છે. (૨) વિ.સં. ૧૨૧૩ની સાલમાં આચાર્ય જયસિંહસૂરિજીના ઉપદેશથી ઘણા
ક્ષત્રીય રાજપૂતોના જીવન પલટાઈ ગયા અને જૈન ધર્મ અંગિકાર કર્યો. (૩) વિ.સં. ૧૪૫૫ થી ૧૪૬૨માં સતત સાત દુષ્કાળ પડતાં જૈન પરિવારોએ
મારવાડ ભૂમિનો ત્યાગ કર્યો અને સિંઘ પ્રાંતમાં આવ્યા. સિંધુ નદી કાંઠો
હરિયાળો હોવાથી વસવાટ કર્યો. ત્યાં ઘણા વરસો રહ્યા. (૪) વિ.સં. ૧૫૨૫માં મુસલમાન સત્તા આવતાં આપણા પૂર્વજો સિંધ છોડી
રણરસ્ત ખડીર થઈને વાગડ પ્રાંતમાં કંથકોટ ઉપર વસવાટ કર્યો. થોડા વરસ કંથકોટમાં રહ્યા. સમય જતાં ત્યાંના દરબાર સાથે ખટરાગ થતાં (સ્વમાન ભંગ થતાં) જૈનો દૂધઈ-ધમડકાની નદીમાં વિસામો ખાવા પડાવ નાખ્યો. તે વિ.સં. ૧પ૬૫ની સાલ હતી. તે સમયે જામરાવળ હાલારમાં આવતા હોવાથી તેમની સાથે આપણા જ્ઞાતિભાઈઓ હાલારમાં આવ્યા અને પર (બાવન) ગામમાં વસવાટ કર્યો. એક વિભાગે કચ્છ કંઠીમાં પર ગામ વસાવ્યા, બીજા વિભાગે કચ્છ અબડાસામાં ૪૨ ગામ વસાવ્યા, ત્રીજા વિભાગે વાગડમાં ૨૪ ગામ વસાવ્યા. ચોથો વિભાગ-હાલારમાં જઈ વસ્યો. ગામ પડાણા ૧૫૯૦ની સાલમાં વસ્યુ. અજરામરજી સ્વામીના પૂર્વજો મૂળ કચ્છમાંથી વિ.સં. ૧૬૧૭ની સાલમાં કચ્છમાંથી હાલાર આવ્યા. તેઓ મૂળ માંઢા ગામમાં વસ્યા. વિ.સં. ૧૭૦૧માં માંઢાથી પડાણા શા. હરગણ રણમલ રહેવા આવ્યા. મારૂ સાલના કુળદેવી મોમાય માતાજી છે. તેનું મૂળસ્થાન મોમાયમોરા ગામ
(તા. રાપર-વાગડ) છે. (૭) અજરામરજી સ્વામીનું મૂળ નામ ચોપડામાં આણંદ માંડેલ છે.
આણંદના પિતાનું નામ માણેક ખીંયસીના શુભ વિવાહ ગામ મોટા
લખિયાના સાખે સુમરિયા શાખમાં કંકુબાઈ સાથે થયા હતા. (૯) દીક્ષા પછીનું નામ અજરામરજી સ્વામી, સાલ સં. ૧૮૧૯. (૧૦) વંશ પરમાર, મૂળ રાજધાની આબુ. (૧૧) અજરામરજી સ્વામીના સંસારપક્ષે ભાયાત કાકાઈ પિતરાઈ તથા મોસાળની
નોંધ ટૂંકમાં દર્શાવેલ છે.
(૮) આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org