________________
આ છે અણગાર અમારા
૧૫૫
મહાસતીજી શ્રી વિજયાબાઈ આર્યજી આદિ ઠાણા-૪ શારીરિક કા૨ણે ભૂજ (કચ્છ) જૈન ભવનમાં બિરાજતાં હતાં, જૈન ભવન શહેરથી એક કિલોમીટ૨ દૂર થાય, વળી તે વખતે એની આજુબાજુમાં વસતિ ન હતી.
રાતે ૨ વાગે દરવાજા ખખડ્યા..... મહાસતીજી ઊંઘમાંથી જાગ્યાં. સૌને જગાડ્યાં. પહેલા તો એમ થયું કે દિવસ ઊગવાની તૈયારી હશે અને શ્રાવકો દર્શનાર્થે આવ્યા હશે તેથી નાના સાધ્વીજીઓને દરવાજો ઉઘાડવાનું કહ્યું. નાના સાધ્વીજીઓ દરવાજા સુધી પહોંચ્યા, સ્ટોપર ઉપર હાથ મૂક્યો ત્યાં જ ગેબી અવાજ કાને પડ્યો, ખોલો-ખોલો..... સૌ સાવધાન થઈ ગયા. ઘડિયાળમાં બેના ટકોરા પડ્યા. મહાસતીજીને ખ્યાલ આવ્યો કે કોઈ અસામાજિક તત્ત્વો આવ્યાં લાગે છે. દરેકને સૂચના આપી કે નવકાર મહામંત્રનો જાપ શરૂ કરો. જાપ શરૂ થયા. લોખંડી બૂટથી જૈન ભવનના દરવાજા ખખડવા લાગ્યા. સૌના દિલમાં ગભરાટ વધી ગયો. ભયનું વાતાવરણ સર્જાયું. અડધા કલાક સુધી અજાણ્યા શખ્સોએ દરવાજા તોડવાના પ્રયત્ન કર્યા છતાં તે તૂટ્યા નહિ કેમ કે તે દરવાજા ખૂબ મજબૂત હતા.
તે જ વખતે વિદુષી મહા. વિજયાબાઈ આર્યજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “અજરામરજી સ્વામી, અમારી લાજ તમારા હાથમાં જ, જે હોય તેને ઉપાશ્રયનાં પગથિયાં ઉતરાવી દો અને અમને બચાવી લો.” આ રીતે એક-બેત્રણ વખત કહ્યું. ત્રીજી વખત કહેતાંની સાથે જ લોખંડી બૂટવાળા અને શસ્ત્રો સહિત એ મિલિટરીના માણસો બદઈરાદાથી આવ્યા હતા પણ તે ઈરાદો પૂર્ણ ન થતાં ઠઠ્ઠા-મશ્કરી કરીને ચાલ્યા ગયા.
નવકારમંત્રના પ્રભાવથી અને પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીના નામ સ્મરણથી સૌ આવેલા ઉપસર્ગમાંથી ઊગરી ગયા. પૂજ્યશ્રીના નામ સ્મરણમાંય કેટલી તાકાત છે તે ઉપરના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે.
પૂ. અજરામરજી સ્વામીના સંસારી પૂર્વજોનું વૃત્તાંત
એમના વંશજોના ભટ્ટ (બારોટ) હેમતલાલ કાનજીભાઈના ચોપડામાંથી વિ.સં. ૨૦૪૭ માગસર વદ-૬ તારીખ ૭-૧૨-૧૯૯૦ શુક્રવારે હાલા૨ પ્રદેશના વિચરણ દ૨મ્યાન અક્ષરશઃ ઉતારો કરેલ છે. શ્રી હેમતભાઈનો ઉપકાર સદૈવ સ્મરણીય રહેશે. (અજરામર વિરાસતમાંથી સાભાર ઉત્કૃત)
સંશોધક : ભાસ્કરમુનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org