________________
આ છે અણગાર અમારા
૧૪૧ કરી ધર્મશાસ્ત્રનું સારું જ્ઞાન મેળવી પૂજ્યશ્રીની શિક્ષણ પદ્ધતિ હેઠળ રહી જિનશાસનનો ઉદ્યોત કરવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. ઉંમરની સાથે બુદ્ધિમાં પ્રૌઢતા ઉત્પન્ન થઈ. તેમની વ્યાખ્યાન શૈલી જનમનરંજક હોવા ઉપરાંત ચતુર જનના ચિત્તને આકર્ષણ કરનાર બની, એક ધર્મગુરુને છાજે તેવા દરેક ગુણો તેમનામાં હતા.
પોતાના શિષ્ય મંડળમાં ચળકતા એક તારાનો અનુપહત સુંદર પ્રકાશ જોઈ પૂજયશ્રીના મનમાં ઘણો સંતોષ થયો. મારો આંતરિક ઉદેશ અને આરંભેલ સુધારણાનું સત્કાર્ય મારા પછી પણ તેવી ને તેવી રીતે જ ચાલુ રહી શકશે એ અભિનવ આશાએ મનમાં આફ્લાદના તરંગને વધારે વેગ આપ્યો. વિહારની વેગવાળી વૃત્તિને વિરામ પમાડી સાંપ્રદાયિક બાહ્ય કાર્યનો ઔપાધિક બોજો ઓછો કરી નાખવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને સાંપ્રદાયિક કાર્યભાર વહન કરી શકે તેવા તૈયાર થયેલ મુખ્ય શિષ્યને તે કાર્ય સોપવાની અભિલાષા થઈ. એકદમ નહિ તો થોડે થોડે હવે મારે આ કાર્યથી મુક્ત થઈ નિરુપાધિક નિવૃત્તિ મેળવવા આત્મચિંતન, મનન, નિદિધ્યાસનમાં ઉપસ્થિત થવું એ વિચાર નિર્ણયાભિમુખ થયો.
પંડિતપ્રવર શ્રી દેવરાજજી સ્વામીની ઉંમર ત્રીસેક વરસની થવા આવી છે. અને પ્રવજયા કાળ વીસ વરસનો થવા આવ્યો છે. પૂજ્યશ્રીની ઉંમર પણ વનમાં પ્રવેશી છે, અર્થાત્ એકાવનમાં પહોંચ્યા છે. ચારે તરફ જૈન ધર્મનો વિજય વાવટો ફરકાવી, સંપ્રદાયને સંપૂર્ણ સંગઠિત કરી સર્વ પ્રકારે સમયની સાનુકૂળતા વચ્ચે પૂજયશ્રીએ સંવત ૧૮૬૦ની સાલે સામાજિક જીવનમાંથી પસાર થઈ આધ્યાત્મિક જીવન જીવવાની શરૂઆત કરી.
આધ્યાત્મિક જીવન
આધ્યાત્મ એટલે શું? गतमोहाधिकाराणामात्मानमधिकृतया ।
प्रवर्ततये क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ ભાવાર્થ મોહનીય કર્મની પ્રકૃતિઓને જેણે ઉપશમાવી છે અથવા સર્વથા દૂર કરી છે તેવા પુરુષોની આત્મિક દૃષ્ટિથી યા જ્ઞાનભાવથી જે કંઈ શુદ્ધ ક્રિયા થાય છે તેનું નામ અધ્યાત્મ છે.
___आत्मानमधिकृत्य इत्यद्धात्मम् इति व्युत्पतेः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org