________________
આ છે અણગાર અમારા
૧૪૫ એ પાંચ વર્ષના સ્થિરવાસ દરમ્યાન તેમનો પુણ્યપ્રતાપ કેટલો બધો ચમકતો હતો તે નીચેના વર્ણન ઉપરથી સમજી શકાશે. • સંવત ૧૮૬૭ના ફાગણ સુદ એકમને રવિવારે રતલામના વતની રાયચંદભાઈ તથા ધોરાજીના વતની ભાવસાર દામોદરભાઈ એ બન્નેએ પૂજ્ય શ્રી પાસે ભગવતી દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૭ના વૈશાખ વદ પાંચમને રવિવારના દિવસે કચ્છના રહેવાસી ભારમલભાઈએ પૂજ્યશ્રી પાસે દીક્ષા લીધી હતી. • સંવત ૧૮૬૮ના લીંબડી ચાતુર્માસમાં ૩૯ મા ખમણ થયા હતા. તેમાં ર૬ સ્થાનકવાસીમાં અને ૧૩ તપગચ્છમાં થયા હતા. તે સિવાય ૨૦, ૧૫ ઉપવાસના થોક ૫૪ હતા.
સંવત ૧૮૬૯માં કારતક વદ તેરસના દિવસે કચ્છના વતની અવચરભાઈ હરભમભાઈ, રતનશીભાઈ, લધાભાઈ અને જેમલભાઈ એ પાંચ ભાઈઓ તથા કચ્છનાં વતની જેઠીબાઈ, મોરબીના મોંઘીબાઈ વગેરે બહેનોએ લીંબડી ચિત્રાવાડીમાં પૂજ્યશ્રી પાસે દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૯ના ફાગણ સુદમાં નાથાભાઈ તથા મોંઘીબાઈ એ બન્નેએ દીક્ષા અંગીકાર કરી હતી. • સંવત ૧૮૬૯ના વૈશાખ સુદ ચોથને શનિવારે પ્રેમજીભાઈ તથા જસાભાઈ બન્નેએ દીક્ષા લીધી હતી.
દેહ મરે છે હું નથી મરતો “અજરામર પદ મારું રે !
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ છે પૂજયપાદ આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીની તબિયત સંવત ૧૮૬૯ના ચૈત્ર વદ ૧૨ના દિવસે ખરાબ થઈ તે વખતે સંઘ તરફથી વૈદ્યરાજ શ્રી કેશવજીભાઈને બહાર ગામથી ખાસ બોલાવવામાં આવ્યા હતા. યોગ્ય ઉપચારો થયા પછી વૈશાખ વદ-૬ થી તેમની તબિતય સુધારા ઉપર આવી હતી.
પૂજયશ્રીનો પ્રભાવ ઘણો હોવાથી તેઓશ્રી બિમાર થયા છે એવા સમાચાર બહારગામ ગયા કે બહારના ઘણા માણસો તબિયતના ખબર કાઢવા આવવા લાગ્યા. કચ્છ માંડવીથી પણ ત્યાંના આગેવાન શેઠ હંસરાજ સોમચંદે તબિતયના ખબર કાઢવા માટે ખાસ માણસ મોકલ્યો હતો.
સંવત ૧૮૭૦ના ચોમાસામાં પૂજ્યશ્રીને બીજીવાર શારીરિક વ્યાધિ થયો હતો, તે વખતે પંડિત શ્રી દેવરાજજી સ્વામી કચ્છમાં હતા. પૂજયશ્રીએ અગાઉથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org