________________
આ
છે અણગાર અમારા
૧૪૯
સંઘ ફરતો ફરતો લીંબડીના પાદરમાં આવ્યો. લીંબડીમાં સંઘે મુકામ કર્યો તે વખતે તે યતિઓને કોઈકે સમાચાર આપ્યા કે આ શહેરમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ પૂજ્યશ્રી અજરામરજી સ્વામી બિરાજમાન છે, તેઓશ્રી ઘણાં શાસ્ત્રોનાં જ્ઞાતા તથા સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન છે.
આ સાંભળીને યતિઓએ કહ્યું કે સ્થાનકવાસીના સાધુમાં શું વિદ્વત્તા હતી ? તેમણે નિશ્ચય કર્યો કે ચાલો આપણે તેમની જરા મજાક ઉડાવીએ. આવો વિચાર કરીને તે યતિઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને તો શાસ્ત્રીય જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હતું તેથી તરત જ તેમનો આશય સમજી ગયા અને તેઓ પોતાનો આશય રજુ કરે તે પહેલાં જ પૂજ્યશ્રીએ તેમની સાથે સંસ્કૃતમાં જ વાર્તાલાપ શરૂ કરી દીધો અને તે એટલી હદ સુધી કે ન્યાયશાસ્ત્રની પંક્તિઓ ઉ૫૨ ચર્ચાત્મક રીતે સંસ્કૃત ભાષામાં વક્તવ્યની રજુઆત શરૂ કરી દીધી.
યતિઓમાંના કેટલાક જે ખાસ વિદ્વાનો હતા તેમણે પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કર્યો પણ અંતે એટલું તો સ્વીકારતા જ ગયા કે આટલું બધું; શાસ્ત્રો તેમ જ સાહિત્ય તથા ન્યાય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્યશ્રીમાં હશે એ અમારી કલ્પનામાં જ ન હતું, આમ તેમણે પૂજ્યશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરીને ત્યાંથી વિદાય લીધી. (૨)
મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહિ રે....
પૂજ્યશ્રી જેટલા જ્ઞાની અને પ્રતિભાસંપન્ન હતા તેટલા જ નીડર પણ હતા. તેમની નીડરતા નીચેના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાશે.
તેઓશ્રી એકવાર થાનગઢથી ચોરવીરા ગામે વિહાર કરીને પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તે રસ્તામાં ગીચ ઝાડી અને જંગલ હોવાને કારણે જંગલી જાનવરો તે જંગલમાં ફરતા હતા. પૂજ્યશ્રી જ્યારે રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સિંહ નિશ્ચિંત બનીને બેઠો હતો. આગળ ચાલનારા સાધુઓ સિંહને જોઈને એકદમ થંભી ગયા. પૂજ્યશ્રી આવ્યા એટલે સહુએ કહ્યું કે, “ગુરુદેવ ! રસ્તામાં સિંહ બેઠો છે, આગળ જવાય તેમ નથી માટે પાછા ફરીએ અને થાનગઢ પહોંચી જઈએ.” પૂજ્યશ્રીએ બધા શિષ્યોને શાંત કર્યા અને કહ્યું, “તમારે ગભરાવાની જરૂર નથી, નવકા૨નું સ્મરણ કરો અને મારી પાછળ પાછળ ચાલ્યા આવો.”
બધા શિષ્યો ગુરુદેવની વાત સાંભળીને હિંમતમાં આવી ગયા. પૂજ્યશ્રીએ બરાબર શિષ્યોને પસાર કરાવ્યા. સિંહ ત્યાં ને ત્યાં જ શાંત રીતે બેસી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org