________________
આ છે અણગાર અમારા
૧૫૧ જશું તો કમોતે માર્યા જશું માટે આ સાધુની માફી માંગ્યા સિવાય છૂટકો નથી. તેથી તેઓ તરત જ પૂજયશ્રીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા.
પૂજ્યશ્રી તો સંત પુરુષ હતા તેમને મીંયાણાઓ ઉપર ફેષ તો હતો જ નહિ, તેમને મન તો બધા ય સરખા હતા એટલે તેમણે કહ્યું, “કે હવેથી તમે પ્રતિજ્ઞા કરો કે આજથી આ લૂંટફાટનો ધંધો નહિ કરીએ, તેમ જ ભૂલે ચૂકે પણ સાધુ સંતને હેરાન કરશું નહિ.” મીંયાણાઓ તરત જ સંમત થઈ જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે પૂજ્યશ્રીએ તરત જ પોતાની વિદ્યા પાછી ખેંચી લીધી અને સૌ દેખતા થઈ ગયા. પછી તો બધા પુજયશ્રીને રણની કાંધી સુધી મૂકવા આવ્યા અને વારંવાર પગમાં પડી ક્ષમા યાચી. અંતે પૂજયશ્રીનો ઉપકાર માની વિદાય થયા. પૂજયશ્રી પણ કચ્છનું રણ ઊતરીને સામે ગામ શાંતિપૂર્વક પધાર્યા.
આ પ્રસંગ બન્યા પછી મીંયાણાઓ ઉપર એવી છાપ પડી ગઈ કે જૈન સાધુને સંતાપવાથી પરિણામ બધુ ખરાબ આવે છે ત્યારથી મીંયાણાઓ જૈન સાધુનું ક્યારેય નામ લેતા નથી.
(૪) સંવત ૧૮૫૦ની સાલમાં પૂજયશ્રી જયપુર પધાર્યા. તે વખતે લાહોરના લાલ વછરાજજી ૧૭૦૦ ગામનાં ઠાકોર સાહેબ હતા. ૮૧ હાથી જેને ત્યાં ઝૂલી રહ્યા છે એવા લાલાજીને ખબર મળ્યા કે પૂજય શ્રી અજરામરજી સ્વામી જયપુર પધાર્યા છે તેથી વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીએ જણાવ્યું કે લીંબડી સંઘની મંજૂરી હોય તો ત્યાં અવાય કારણ કે લીંબડી સંઘે પૂજ્યશ્રીને લીંબડી બાજુ તેડાવેલા. લાલજીએ કહ્યું કે, “આવતી સાલે તે બાજુ પધારશો, આ વર્ષે નહિ, કેમકે અત્યારે આપ ત્યાં પધારો તો પાછા આ બાજુ ન જ પધારો. લીંબડી સંઘને સમજાવવાનું મારું કામ.”
તેમણે ઈનામ જાહેર કર્યું કે જે વ્યક્તિ લીંબડીના સંઘપતિને સમજાવી લાહોર પધારવાની વિનંતી કરીને પૂજયશ્રીને લઈ આવે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ઈનામની લાલચે ઘણા માણસો તૈયાર થયા પણ અંતે રામદાસ રાઠોડને લીંબડી મોકલવા માટે પસંદ કર્યો.
લાલ વચ્છરાજનો વિનંતી પત્ર લઈ રામદાસ રાઠોડ લીંબડી આવ્યા, લાલજીનો વિનંતી પત્ર રજૂ કર્યો પરંતુ લીંબડી સંઘે તેનો અસ્વીકાર કર્યો કારણ કે પૂ. શ્રી અજરામરજી સ્વામીની લીંબડીમાં જરૂર હતી. રામદાસ રાઠોડ ખૂબ જ કરગર્યા, એક વર્ષની રજા આપો, વધારે નહિ. ત્યારે લીંબડીના શેઠે કહ્યું, “તમે બધા રંગીલા લાલા, તમારા હાથમાં કદર થાય એવી બીજે ક્યાંય ન થાય પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org