________________
ઉપર
શ્રી અજરામરજી સ્વામી પૂજ્યશ્રી ત્યાં વિચરે તો અમે અમારા સંપ્રદાયની મૂડીથી વંચિત રહી જઈએ.”
રામદાસ રાઠોડ કહે છે, “શેઠજી ! ખોટું લખી આપો, જેથી મને લાખ રૂપિયા મળે.” પરંતુ ઈન્કાર કર્યો કે, “મારાથી ખોટું લખાય જ નહિ.” ત્યારે રાઠોડ કહે છે, “મારું શું ?” સંઘે ત્યારે તેમને ૧૨,૫૦૦ રૂપિયા આપીને વિદાય કર્યા. રામદાસ રાઠોડ લીંબડી સંઘની અને શેઠની આવી ઉદારતા જોઈને ખુશ થઈ ગયા. લાલાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આપણા અહોભાગ્ય નહિ જેથી મહાપુરુષના પગલાં ન થયા.” એમ તેમણે ખૂબ જ અફસોસ કર્યો.
આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવ રાજામહારાજાઓ ઉપર પણ કેટલો હતો.
તિથિવો ભવ ! સંવત ૧૮૬૦માં પૂજયશ્રી સામાજિક ક્ષેત્રમાંથી નિવૃત્તપ્રાય થઈ ગયા હતા. મોટે ભાગે સમય સ્વાધ્યાય તેમ જ ધ્યાનમાં ગાળવા લાગ્યા. જેઠ વદ-૧૨થી ભગવતી સૂત્રની વાચના શરૂ કરી, લીંબડી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભગવતી સૂત્રની વાચના ચાલે ત્યાં સુધી દરરોજ સુખડીની પ્રભાવના કરવી. સેંકડો લોકો વાચનામાં લાભ લેવા લાગ્યા. લીંબડી સંઘે પોતાની ભાવના પૂરી કરી અને પોતાના ગુરુદેવની ભક્તિ તથા શ્રુતભક્તિના અપૂર્વ દર્શન કરાવ્યા.
સંવત ૧૮૬૪ની સાલમાં ભૂજના કારભારી શેઠ કુશલચંદનાં માતુશ્રી રામબાઈ ૧૦૦ ભાવિકોનો સંઘ લઈ પગે ચાલીને લીંબડી પૂજયશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આવેલ સંઘની સાધર્મિક ભક્તિ માટેના ૬૦ નોતરા (આમંત્રણ) લખાણા. ૬૦ કુટુંબો એ કહ્યું કે, “આ અતિથિ સંઘની ભક્તિ અમે કરીશું, ૬૦ નોતરા પૂરા નહિ થાય ત્યાં સુધી રજા નહિ આપીએ.” ત્યારે રામબાઈ શેઠાણી વિચારવા લાગ્યા કે ૬૦ નોતરા તો એક મહિને પૂરા થાય, વળી એટલા કપડાં પણ નહોતા લાવ્યા કારણ કે બે દિવસનું રોકાવાનું કહીને આવ્યા હતા.
શેઠાણીએ ઘણી આનાકાની કરી પણ લીંબડી સંઘની ભક્તિ આગળ ઝૂકી જવું પડ્યું અને એક મહિનો રોકાયા. તેમ જ એક મહિના સુધી દરરોજ વ્યાખ્યાનમાં સાકર અને વાસણની લાણી કરતાં હતાં કારણ કે સંઘનું એમ જ ખવાય નહિ તેથી આવી રીતે હજારો રૂપિયા ખર્ચ્યુ.
આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવરૂપી સૂર્ય કેવો તપતો હશે અને શ્રી સંઘની ભક્તિભાવના કેટલી શ્રેષ્ઠ હશે તેમ જ કેવી જાહોજલાલી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org