________________
આ છે અણગાર અમારા
૧૪૩ ભાવાર્થ : કેશનો લોચ કરે, જમીન ઉપર જ પથારી કરે, ભિક્ષાચરીથી નિર્વાહ ચલાવે અને બ્રહ્મચર્યાદિ વ્રત ધારણ કરે પણ તેની સાથે જો એક દંભનું સેવન કરવામાં આવે તો ઉપર બતાવેલી બધી ક્રિયા ત્રાસ દોષથી મહામણિની જેમ દૂષિત થાય છે, માટે દંભને દૂર કરો.
મમતા ત્યાગ આત્મલક્ષી પુરુષોને આત્મજ્ઞાનમાં પ્રવેશ કરતાં અટકાયત કરનાર દોષમાંનો મમતા એ એક મોટો દોષ છે. ગૃહસ્થોને તો મમતાના અપરિમિત સ્થાનકો છે પણ ઘરબાર, કુટુંબ કબીલો તજી દીક્ષિત થયેલા મુનિઓ પણ જો જરા અવકાશ આપે તો તેમના માટે પણ મમતાનાં અનેક સ્થાન ઊભાં થાય છે. વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શિષ્ય ગચ્છ, સંપ્રદાય વગેરેમાં આસક્તિ થાય તો તે બધાં કરોળીયાને જાળી, માખીને બળખો, હાથીને પંકની જેમ મમત્વ અને દ્વેષ બંધના સ્થાનો નીવડે છે ધન, ઘર, દારા વગેરેનું મમત્વ જેમ મોટી લડાઈઓ-બંધ જગાડી હજારોના જાનમાલની પાયમાલી કરી મહાન કર્મબંધનું કારણ બને છે, તેમ ત્યાગીવર્ગને ઉપરોક્ત પણ કાંઈ થોડું નુકશાનકર્તા નથી. તેથી ગુણ, અવગણ કે સત્યાસત્ય પારખવાની દષ્ટિ બંધ થાય છે. મમતાબ્ધ વ્યક્તિ સાચું જોઈ શકતી નથી.
ममतान्धो हि यत्रास्ति तत्पश्यति न पश्यति ।
जात्यन्धस्तु पदस्त्येतद् भेद इत्यनयोर्महान् ॥ ભાવાર્થ : મમતા એ માણસને અંધ બનાવે છે. જાત્યાધ કરતા મમતાબ્ધ વિલક્ષણ છે કેમ કે જન્માન્ય માણસ જે વસ્તુ છે તેને દેખી શકતો નથી એટલે તે અન્ન રહે છે પણ મમતાથી અંધ થયેલ તો જે વસ્તુ વસ્તુગતું નથી તેને વસ્તુગતે જુએ છે.
પૂજ્યશ્રીના મન ઉપર મમત્વનો પાશ પહેલેથી જ ઓછો હતો અને પછી જેમ જેમ શાસ્ત્રીય જ્ઞાનામૃતનું પાન થતું ગયું તેમ તેમ તેનાં પડ ઉતરતાં ગયાં સામાજિક જીવન પણ નિર્મમત્વ દશાને અનુકૂળ જ પસાર થયું અને જે અવસ્થાનું વર્ણન ચાલે છે તે અવસ્થામાં તેનાં પડ ઉતરી ગયાં હતાં તેથી અંતઃકરણ સ્વચ્છ અને સ્થિર બનેલું હતું. દરેક જાતની ઉપાધિ દૂર કરી હતી. સંઘાડાનો ભાર પણ મહાત્મા શ્રી દેવરાજજી સ્વામીએ ઉપાડી લીધો હતો અને તેઓશ્રી પણ સમર્થ હતા જેથી એ ચિંતા પણ ન હતી. આથી સ્થિતપ્રજ્ઞતા સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ હતી. સમયા સમો રોડ઼ ભગવાન મહાવીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org