________________
૧૪૨
શ્રી અજરામરજી સ્વામી અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી કહી ગયા છે કે –
નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીયે રે.
જે ક્રિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ લહીયે રે II ટૂંકમાં, બાહ્ય ઔપાધિક અને પૌલિક વસ્તુઓ તરફથી મનને પાછું ખેંચી સ્વસ્વરૂપ તરફ વાળવાની જે શુભક્રિયા તે અધ્યાત્મક્રિયા અને તે ક્રિયાથી સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી-સ્વાનુભવ કરવો તે અધ્યાત્મ જ્ઞાન કહેવાય. આ જ્ઞાન અને ક્રિયામાં જીવનનો સમય પસાર કરવો તે “આધ્યાત્મિક જીવન” કહી શકાય. આધ્યાત્મિક જીવન કોણ ગાળી શકે ?
शान्तो दान्तः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः ।
निर्दभां यां क्रियां कुर्यात् साध्यात्मगुणवृद्धये ॥ ભાવાર્થ : જેની પ્રકૃતિ શાંત હોય, જેણે ઈન્દ્રિયોનું દમન કર્યું હોય, મનવચન-કાયાને પાપથી ગોપવ્યા હોય, મોક્ષનો અર્થી હોય, વિશ્વવત્સલ હોય, દંભ વિનાની ક્રિયા કરનાર હોય, તેવો પુરુષ જ આધ્યાત્મિક જીવન ગાળવાનો અધિકારી બની શકે છે.
પૂજયશ્રીના સ્વભાવની રચના મૂળથી જ આધ્યાત્મિક જીવન ગાળવાને લાયક હતી. વિદ્યાર્થી જીવન અને સામાજિક જીવનમાં પણ આધ્યાત્મિક જીવનનું મિશ્રણ તો હતું જ. આધ્યાત્મગુણવૈરિણી-દાંભિક ક્રિયા માટે તેમના મનમાં હંમેશા તિરસ્કાર હતો. તેઓશ્રી માનતા હતા અને ઉપદેશમાં પણ તેમ જણાવતા હતા કે
दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् ।
लोहनावं समारा, सोब्धेः पारं यियासति ॥ ભાવાર્થઃ જે દંભથી વ્રત ધારણ કરી પરમપદ પામવાની ઈચ્છા રાખે છે તે લોઢાની નાવમાં બેસી સમુદ્ર તરવાની ઈચ્છા રાખવા બરાબર છે.
किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः ।
किमादर्शन किं दीपैयद्यान्ध्यं न दृशोर्गतम् ।। ભાવાર્થ: જો દંભને દૂર કર્યો નહિ તો અંગીકાર કરેલ વ્રતો અને આચરેલા તપોનુષ્ઠાન શું ફળ આપી શકવાનાં હતાં? જેની આંખમાં જ જોવાની શક્તિ કે તેજ નથી તેની પાસે દર્પણ કે દીવા શું કામના?
केशलोच धराशय्या, भिक्षा ब्रह्मव्रतादिकम् । दम्भेन दुष्यते सर्वं, त्रासेनेव महामणिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org