________________
આ છે અણગાર અમારા
૧૩૯ ભાવાર્થ શિષ્ય ગુરુ પાસે અધ્યયન લેતી વખતે યા અન્ય પ્રસંગે ગુરુને પડખે સમાન પંક્તિએ બેસવું નહી તેમજ દર્શને આવનાર ગુરુમુખ જોઈ ન શકે તેવી રીતે અગાડી પણ બેસવું નહિ, ગુરુની પેઠે ન બેસવું. જોડાજોડ ગુરુની જાંઘને દબાવી પણ ન બેસવું, ગુરુ કાંઈ હુકમ કરે ત્યારે આસને કે શયન ઉપર બેસીને જ તેનો સ્વીકાર ન કરવો કિન્તુ તેના ઉપરથી ઊઠીને ઊભા થઈ બે હાથ જોડી “તથાસ્તુ” એમ કહી સ્વીકાર કરવો. ગુરુની સમીપે બેસતાં પગ ઉપર પગ ચડાવવો નહિ. પલાંઠી વાળી કે પગ લાંબા કરી બેસવું નહિ.
आसणगओ न पुच्छेज्जा, नेव सिज्जागओ कयाईवि। आगम्मकुडुओ सन्तो, पुच्छेज्जा पंजली उडो॥
ઉત્ત. અ. ૧ ગાથા-૨૨ ભાવાર્થઃ જ્યારે ગુરુમહારાજને કાંઈ પૂછવાનું હોય ત્યારે આસન કે પથારી ઉપર પડ્યા પડ્યા ન પૂછવું જોઈએ, કિન્તુ આસન શયનને મૂકી ગુરુની સન્મુખ ઊભા રહી અથવા શાન્તચિત્તે ઉત્કટક આસને બેસી બે હાથ જોડી મસ્તકે અડાડી પ્રશ્ન પૂછવો. આવો વિનય જેનામાં હોય તે જ જ્ઞાનનો અધિકારી થઈ શકે.
શાસ્ત્રમાં બતાવેલ વિધિનું યથાર્થ રીતે આ શિષ્ય મંડળમાં પરિપાલન થતું હતું. હંમેશાં દિનકૃત્ય અને વિનયવિધિનાં વાક્યો દરેકને અભ્યસ્ત થઈ ગયાં હતાં. ટૂંકમાં શિષ્યવૃન્દની દરેક પ્રવૃત્તિ પૂજ્યશ્રીની દેખરેખ હેઠળ પૂર્ણ વ્યવસ્થા પુરસ્સર ચાલતી હતી. ટૂંકા ટૂંકા શાસ્ત્રીય વિધિવાક્યો એ જ તેમના કાયદા હતા અને પૂજયશ્રીની શિક્ષણ પદ્ધતિને લીધે થયેલી ઊંચી લાગણી એ જ તે કાયદાને બરાબર અમલ કરાવનારી શક્તિ હતી. પૂજ્યશ્રીની તીખી નજર જ કાયદાભંગના ગુનાની પૂરતી સજા હતી.
આવી સુવ્યવસ્થાને કારણે સર્વ કોઈ પોતપોતાના સત્કાર્યમાં હંમેશ સાવધાન રહેતા; તેથી આ મુનિ મંડળ જે કાંઈ કાર્ય કરવાનું મનમાં ધારતું તે કાર્ય તરત જ પાર પડતું. ઐક્ય અને સદુદ્યોગ એ બે ચીજ જ્યાં એકત્ર થાય ત્યાં શું શું ન બની શકે ? અશક્યપ્રાયઃ જે હોય તે પણ ઊપલી સંયુક્ત બે ચીજથી શક્ય થઈ શકે છે. તે બે વસ્તુના બળથી જ આ મુનિ મંડળ ભવ્ય જનોને શાસનરસિક બનાવવાના અને મહાવીર પ્રભુના પ્રૌઢ પ્રતાપનો પ્રચાર કરવાના પૂજયશ્રીએ ઉપાડેલ કાર્યમાં બહુ સહાયભૂત થયું; તેથી પૂજયશ્રીના પ્રયાસને ઘણી સફળતા મળી.
કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ પ્રદેશમાં પૂજ્યશ્રીએ અભ્યાસ મુનિ મંડળ સાથે વિહાર કર્યો એટલું જ નહિ પણ માળવા, મેવાડ અને મારવાડ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org