________________
૧૩૮
શ્રી અજરામરજી સ્વામી આવો કિંમતી સમય નકામી વાતચીતોમાં, ઊંઘમાં કે આળસમાં વ્યર્થ ન ગુમાવતા આવશ્યક દિનકૃત્ય ઉપરાંત શાસ્ત્રાભ્યાસ, જ્ઞાનચર્ચા, સામાજિક સુધારણા અને પરોપકારનાં કાર્યો કરવામાં પસાર કરવો જોઈએ. ખરું જ કહ્યું છે
काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन च मूर्खाणां, निद्रया कलहेन वा ॥
ભાવાર્થ : બુદ્ધિશાળી – ડાહ્યા માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદથી-આનંદથી પસાર થાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુવ્યસન, ઊંઘ અને કજિયામાં પસાર થાય છે.
ઉપરની હિતશિક્ષાથી સર્વ મુનિઓના મનમાં સમયની મહત્તા પૂરેપૂરી સમજાયાથી, સર્વ મુનિ મંડળ સદુદ્યોગમાં નિરંતર મસ્ત રહેતું. બેદરકારી કે ઉપેક્ષા તો ત્યાં ક્ષણભર પણ ટકી શકતી નહિ. પૂજયશ્રીના શિષ્ય મંડળમાં સૌથી વધારે બુદ્ધિમાન વિનીત સુશીલ શાન્તસ્વભાવી અને વિદ્યાર્થી શિષ્યને યોગ્ય દરેક સદ્ગુણોથી વિભૂષિત દેવરાજજી સ્વામી હતા. તેમની ઉંમર નાની હતી પણ બુદ્ધિ પ્રૌઢ હતી. ગુરુભક્તિને બુદ્ધિ ખીલવવાનો અને જ્ઞાન સંપાદન કરવાનો મહામંત્ર સમજતા હતા. સાધુ-સામાચારી અને વિનયના વિધિવાક્યો દરેકની નોંધપોથીમાં નોંધી લેવામાં આવ્યાં હતાં; અને નીચેની ગાથાઓ દરેક શિષ્યને અભ્યાસપાઠ તરીકે શિખવવામાં આવ્યાં હતાં; તે આ પ્રમાણે –
अणुसासिओ न कुपेज्जा, खंति सेवेज्ज पंडिए । खुड्डेहिं सह संसरिंग, हासं कीडं च वज्जए ॥
ઉત. અ. ૧ ગાથા-૯ ભાવાર્થઃ ગુરુમહારાજ જ્યારે હિતશિક્ષા આપતા હોય ત્યારે તે ધ્યાનપૂર્વક સાંભળવી અને હૃદયમાં ઉતારવી પરંતુ ગુસ્સે થવું નહિ. ગમે તેવો ઉશ્કેરાટનો પ્રસંગ આવે છતાં ક્ષમા રાખવી. ક્ષુદ્ર-નીચ હોય તેવાઓનો કદિ પણ સંસર્ગ ન કરવો અને હાસ્ય કે ક્રીડાના પ્રસંગથી દૂર રહેવું.
જ્યારે જ્યારે શિષ્યવર્ગ પૂજ્યશ્રી પાસે શાસ્ત્ર વાચના લેવા બેસતો ત્યારે ત્યારે આ નીચેની ગાથાઓનો અક્ષરશઃ ઉપયોગ થતો હતો.
न पक्खओ न पुरओ, नेव किच्चाण पिठओ।
न जुंजे उसमा उलं, सयणे नो पडिसुणे ॥ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं च संजए। पाए पसारिए वावि, न चिढ़े गुसणंतिए ॥
ઉત્ત. અ. ૧ ગાથા ૧૮-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org