________________
૧૩૬
શ્રી અજરામરજી સ્વામી પૂજ્યશ્રીની પધરામણી થતી ત્યાં ત્યાંથી અનીતિ, અધર્મ, જુલ્મ, વ્યસન વગેરે દોષોને દૂરનો પ્રદેશ શોધવાની જરૂર પડતી અને ત્યાં ધર્મનો વિજયે ધ્વજ ફરકતો. અધર્મની સીમમાં ધર્મનું રાજય પ્રવર્તતું. સ્વામીજીએ આ વખતે કચ્છમાં બે વરસ રહીને ધર્મની સીમા વિશાળ બનાવી. કચ્છમાં વિચરતા સાધુઓની માન્યતામાં થયેલો ફેરફાર ધીમે ધીમે દૂર થઈ જશે એવી ધારણાથી તે ભેદને વધારે ન છંછેડતાં સુલેહને સંપૂર્ણ રીતે જાળવી કચ્છની વિહારયાત્રા પૂર્ણ કરી પુનઃ ઝાલાવાડ તરફ પધાર્યો.
થોડા સમયમાં સાધુ અને આર્યાઓની સંખ્યામાં વધારો થયો. તે વધારો પણ યેનકેન પ્રકારેણ’ ન હતો, કિન્ત વ્યવસ્થા પુરસ્સર જ હતો. વ્યવસ્થા એવી બાંધેલી હતી કે “દીક્ષાના ઉમેદવારની જાતિ અને કુળ નિષ્કલક હોવા જોઈએ. પ્રકૃતિ શાંત, સરલ, ઈર્ષ્યા તથા કદાગ્રહ વગરની, નમ્ર અને સુશીલ હોવી જોઈએ. સાધારણ યા વિશેષ શાસ્ત્રનો અભ્યાસ કરી શ્રોતાઓનાં મનમાં સારી છાપ પાડી શકે તેવી બુદ્ધિ અને પ્રતિભા હોવી જોઈએ. વૈરાગ્ય પણ મોહગર્ભિત અને દુઃખ ગર્ભિત ન હોય કિન્તુ જ્ઞાનગર્ભિત સંસારનું અસાર સ્વરૂપ સમજીને જ વિરકત વૃત્તિ ઉત્પન્ન થઈ હોય તેવા ઉમેદવારની જ દીક્ષાને માટે પસંદગી કરવી; એટલું જ નહિ પણ દીક્ષિત થયા પછી તેને એક બાહોશે નિષ્પક્ષપાતી ઉપાધ્યાય (દરેક શાસ્ત્રનો સાર સમજી પ્રેમપૂર્વક દરેક લાયક વિદ્યાર્થીને અભ્યાસ કરાવનાર)ની દેખરેખ હેઠળ રાખી બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયા વગર અખંડપણે અભ્યાસ કરાવવો.”
કોઈ પણ રીતે તેના વર્તનમાં ફેરફાર થાય કે સંયમ વૃત્તિને ધક્કો લાગે તેવી કોઈ પણ પ્રવૃત્તિ જોવામાં આવે તો તરત જ તે સડો દૂર થાય તેવા ચાંપતા ઉપાયો લેવા તેને શિખામણ આપી સમજાવી તેવી ખામી દૂર કરાવવી. એક વારની ભૂલને માટે દયાની સાથે સાદી શિક્ષા, બીજી વારની ભૂલને માટે સખત ઠપકો અને મધ્યમ શિક્ષા, ત્રીજી વારની ભૂલને માટે પૂરતી શિક્ષા કરવી, તેમ છતાં ભૂલનો સુધારો ન થાય તો ચોથી વાર તેનો પક્ષ ખેંચ્યા વગર તે સડાવાળા પાનને પાનથી થોકડીથી દૂર કરવું કે જેથી બીજા પાનને હાનિ ન પહોચે. કચરો ગયા પછી સમુદાય સ્વચ્છ બની જાય.
દીક્ષાના ઉમેદવાર અને દીક્ષિત થયેલ માટે આવા પ્રકારની ઉત્તમ વ્યવસ્થા હોવાને કારણે સાધુ સમાજની સંખ્યામાં જે વધારો થતો હતો તે એવો ન હતો ને જેથી સાંપ્રદાયિક બંધારણની અવ્યવસ્થા, આચારની શિથિલતા, ઈમ્પ્રભાવજન્ય પરસ્પર ખેંચતાણ કે ખટપટ ઊભી થાય. કિન્તુ તેથી બંધારણની મજબૂતાઈ, મોટા અને નાનાઓમાં પરસ્પર ગાઢ સંબંધ અને સંપની દઢતા થઈ હતી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org