________________
૬૧
આ છે અણગાર અમારા
બાળજીવોને અન્ય દર્શનીઓની મૂર્તિ પ્રત્યે થતી શ્રદ્ધા અટકાવવા માટે આચાર્યોએ શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાનું અવલંબન બતાવ્યું અને તેનું પરિણામ ધાર્યા પ્રમાણે કેટલેક અંશે આવ્યું પણ ખરું પરંતુ ભાવિમાં તેનું પરિણામ કેવું આવશે તેનો તે વખતે તેમણે જરાય વિચાર ન કર્યો. તેમજ સિદ્ધાન્તની તથા શ્રી વીતરાગદેવની આજ્ઞાનો પણ વિચાર ન કર્યો.
શ્રી વીતરાગદેવે અનુયોગદ્વાર સૂત્રમાં ચાર નિક્ષેપાનું વર્ણન કર્યું છે, તે યથાર્થ છે પણ તેમાં નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપને પ્રભુએ અવશ્થ એટલે નિરુપયોગી કહીને તેને આત્મહિતના સાધન તરીકે માન્યા નથી.
માત્ર જાણવા અને સમજવા પૂરતા જ નામ નિર્દેશ કરેલ છે. એવી તો ઘણી બાબતો માત્ર જાણવા પૂરતી જ હોય છે. તેમ પ્રથમના ત્રણ નિક્ષેપ જાણવા પૂરતા જ કહેલ છે. જયારે એક ભાવનિક્ષેપ જે ગુણયુક્ત છે તેને આત્મ કલ્યાણસાધક ગણી ઉપયોગી અને આદરણીય કહેલ છે.
આવી રીતે પ્રતિમાનું સ્થાપન અને પૂજન વગેરેની શરૂઆત ખાસ કારણને લીધે એટલે કે લોકોને જૈન ધર્મથી ભ્રષ્ટ થતાં અટકાવવા માટે જ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલ છે પણ તેનું પરિણામ ધાર્યા કરતાં વિપરીત આવ્યું. વ્યવહારમાં પણ ઘણી વાર એવું બને છે કે કોઈ પ્રણાલિકા અપવાદ રૂપે શરૂ કરાય છે પછી જો તે બંધ ન થાય તો આગળ જતાં કર્તવ્યરૂપ બની જાય છે, સમય જતાં તે સિદ્ધાન્તરૂપે સ્થાપિત થાય છે.
એ સૂત્રાનુસાર નાનું કાણું મોટા વહાણમાં પડ્યું હોય અને તેની ઉપેક્ષા કરવામાં આવે તો આગળ જતાં તે વહાણ દરિયામાં ડૂબી જશે. વડનું બીજ નાનું હોય છે પણ એનાથી વૃક્ષ કેટલું મોટું બની જાય છે, મકાનમાં પડેલી નાનીશી તિરાડને જો સાંધવામાં ન આવે તો જતે દહાડે મકાનને પાડી દે છે, તેમ મૂર્તિપૂજાનું સમય જતાં પરિણામ કેટલું વિપરીત આવ્યું છે. જૈનેતરોની દેખાદેખીથી શ્રી વીતરાગદેવની પ્રતિમાને પૂર્ણ વૈભવી બનાવી દીધી, અનાહારી એવા ભગવાન પાસે ફળ-ફૂલના ઢગલા થાય. ધર્મનિમિત્તે કેટલી હિંસા થાય, વીતરાગની મૂર્તિ સામે જ વીતરાગની આજ્ઞાનો ભંગ થાય.
આ રીતે શ્રી વીરનિર્માણના બીજા સૈકાના અંતમાં પ્રતિમા પૂજનની શરૂઆત થઈ અને શ્રી વીર નિર્વાણ પછી ૪૦૦ વર્ષે શ્રી સંપ્રતિ રાજા થયા. તેમણે પ્રતિમાપ્રતિષ્ઠાપક ગુરુઓના ઉપદેશથી અનેક સ્થળે દેરાસર બનાવ્યાં અને તેમાં મૂર્તિઓ બેસાડી. તેનો પ્રચાર ખૂબ વધાર્યો. પણ એમ કરવા જતાં તેમાં વિકૃતિ જન્મી અને એ પ્રતિમાપૂજન એ જ આત્મકલ્યાણનું પરમોત્કૃષ્ટ સાધન છે એમ પાછળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org