________________
આ છે અણગાર અમારા
( પંચમુખી ક્રિયોદ્ધાર ) સદીઓ પહેલાં યતિ શબ્દ સાધના માટે વપરાતો હતો. યતિ શબ્દની વ્યુત્પત્તિ યમ્ ધાતુ પરથી થઈ છે. એમના નિયંત્રત્ યતિ છે અથવા યમ-થાRUTIટૂ પતિ: અર્થાત્ ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર યતિ કહેવાય. એ શબ્દનો વાસ્તવિક અર્થ ભુલાઈને ખાનપાન, મોજશોખ, કીર્તિ-લાલસા ઈત્યાદિ આત્માના મૂળ ગુણોનો હ્રાસ કરનારી પ્રવૃત્તિઓ શરૂ થઈ કિન્તુ કાળની ગતિ બહુ વિચિત્ર છે. નીચૈઋત્યુપર વરશ નેમિપેજ ગાડીનાં પૈડાની જેમ સાસરમાં બધાની દશા પરિવર્તિત થાય છે.
સત્તરમી સદીની શરૂઆત સુધી લોંકાગચ્છની ધાર્મિક પ્રગતિ પૂર્ણરૂપથી ચાલી પણ પાછળથી જેટલા વેગથી વિકાસ થયો, દુર્ભાગ્યવશ તેટલા જ વેગથી આચાર વિચારમાં શિથિલતા આવી. જનતાને સાચો માર્ગ બતાવનારાઓની નિતાન્ત જરૂરિયાત જણાઈ. એવા સમયમાં પાંચ મહાપુરુષો અવતરિત થયા.
(૧) શ્રી જીવરાજજી સ્વામી (૨) શ્રી લવજી ઋષિજી સ્વામી (૩) શ્રી ધર્મસિંહજી સ્વામી (૪) શ્રી ધર્મદાસજી સ્વામી (૫) શ્રી હરજી ઋષિજી સ્વામી.
આ પાંચ મુનિપુંગવોએ ચારે દિશામાં સત્યધર્મનો સિંહનાદ કર્યો. પુનઃ જનતાનું સૂતેલું સિંહત્વ જાગૃત થયું. ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો.
સરોવર તરુવર સંત જન, ચોથા વરસે મેહ
પરમારથકે કારણે, ચારોં ધરિયા દેહ ,
-
-
-
'પ્રથમ સુધારક શ્રી જીવરાજજી ઋષિ
(લોંકાશાહની આઠમી પાટ પર આવેલા પૂજ્ય શ્રી જીવાજી ઋષિના શિષ્ય જગાજી ઋષિ, તેમના શિષ્ય) શ્રી જીવરાજજી ઋષિ હતા. તેમણે સૌથી પહેલાં યતિ વર્ગમાંથી જુદા પડી વિક્રમ સંવત ૧૬૬૬માં ક્રિયોદ્ધાર કર્યો અને મારવાડમાં શુદ્ધ જૈન ધર્મના ઉપદેશની ઘોષણા કરી. તેમના જન્મ તથા માતા-પિતા આદિ વિષયમાં પ્રામાણિક ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી.
કોઈ ઈતિહાસજ્ઞોનો મત છે કે જીવરાજજીનો વિવાહ થયેલો, તેમના યૌવનનો કેટલોક ભાગ આમોદ પ્રમોદમાં વ્યતીત થયેલો. કેટલાક દિવસો બાદ તેઓ ભોગથી ઉદાસીન થઈ ગયા. ભોગમાર્ગને છોડી ત્યાગમાર્ગ પર પ્રયાણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org