________________
૧૩૦
શ્રી અજરામરજી સ્વામી
શ્રી કાનજી સ્વામી (૩) પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી (૪) પૂ.શ્રી તલકશી સ્વામી (૫) પૂ.શ્રી રવજી સ્વામી (૬) પૂ. શ્રી નાગજી સ્વામી (૭) પૂ.શ્રી દેવરાજજી સ્વામી
આ સાત સાધુઓમાં પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી મોટા હતા. તેમના મનોભંગનું કારણ હતું તે દૂર કર્યું અને તેમને લીંબડી સંપ્રદાયની ગાદીએ બેસાડ્યા તથા આચાર્ય પદવી ક્રિયોદ્ધારક પૂજય શ્રી અજરામરજી સ્વામીને આપી. સંવત ૧૮૪૫માં આ બધું થઈ ગયા પછી સુધારાવધારાથી બત્રીસ કલમો સાથે નવીન વ્યવસ્થા ચાલુ થઈ.
- પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીના શિષ્ય સમજી ઋષિ કોઈપણ કારણસર ઉદેપુર તરફ પધાર્યા અને ત્યાં જ સ્થાયી ભાવ કર્યો. તેમનાથી એક સંપ્રદાય ચાલ્યો જે ઉદેપુર સંપ્રદાયના નામથી ચાલ્યો. જોકે હાલમાં તે સંપ્રદાય પણ વિચ્છેદ છે.
નવીન બંધારણથી થોડી સંખ્યામાં પણ આચારની બહુ દઢતા થઈ. પરસ્પરની ચાહના પૂર્વક બધાના એક વિચાર થવાથી ઐક્યનો પાયો બહુ દૃઢ થયો. થોડી સંખ્યાનો પણ ભવિષ્યમાં આબાદી સાથે વિજય થશે એવી આશાનાં કિરણોનો અરણોદય થયો. અવ્યવસ્થા દૂર થઈ ગઈ. કચરો નીકળી જતાં માર્ગ સાફ થાય તેમ ભિન્નતા અને અંદર અંદરની ટાંટિયા ખેંચ પ્રવૃત્તિ દૂર થવાથી ઉત્કાન્તિ અને આબાદીનો પંથ તદન સાફ થઈ ગયો; તે પંથકમાં કમર કસી ઊભા રહી પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી વિશાલ દય અને દૂરદર્શિપણાથી શાસનનો વિજય વાવટો ફરકાવવા લાગ્યા.
'પૂજ્ય શ્રીના પ્રભાવથી પ્રભાવિત થતા
'કચ્છ રાજ્યના કારભારી શ્રી વાઘા પારેખ : નવીન વ્યવસ્થા બંધાયા પછી લગભગ એક વરસ સુધી સૌરાષ્ટ્રમાં મુનિમંડળ સાથે વિહાર કરી જિન શાસનની ઉન્નતિ અને જિન શાસ્ત્રોનો મહિમા વધારી સંવત ૧૮૪૬ની સાલમાં આચાર્યશ્રી અજરામરજી સ્વામીએ પુનઃ કચ્છ તરફ વિહાર કર્યો. રણ ઊતરી (કચ્છ) વાગડમાં વાંઢીયા ગામે તેઓશ્રી પધાર્યા. તે વખતે કચ્છના કારભારી વાઘા પારેખ ઉપર રાવ સાહેબની કાંઈક અવકૃપા થઈ હતી તેથી પારેખ વાંઢીઆમાં તેમના સગાને ત્યાં ગુપ્ત રહ્યા હતા.
પૂજયશ્રી તે જ જગ્યામાં બહાર ઊતરેલા હતા તેથી તે દિવસે આપેલું વ્યાખ્યાન પારેખે બરાબર સાંભળ્યું અને વાણીની મધુરતા તથા છટાદાર શૈલીથી પારેખનું મન આકર્ષાયું. જે મુખારવિંદની વાણી સાંભળી તે મખારવિંદના દર્શન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org