________________
૧૩૨
શ્રી અજરામરજી સ્વામી
अनुष्टुब् वृतम् उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा ।
संपतौ च विपतौ च महतामेकस्मता ॥ ભાવાર્થઃ ઉદય પામતી વખતે સૂર્ય લાલ હોય છે એમ અસ્ત થતી વખતે પણ લાલ હોય છે અર્થાત્ ચડતી અને પડતીમાં તે એક સરખો જ દેખાય છે. લાલાશ એ ખુસાલીનું ચિહ્ન છે, જેમ ચડતીમાં લાલાશ તેમ પડતીમાં તે લાલાશ રાખે છે, આવી જ રીતે, મહાપુરુષોના જીવનમાં સંપત્તિ આવે કે વિપત્તિ આવે પણ પોતે એક સરખી રીતે રહે છે. વળી પેલા કચ્છી દુહામાં પણ આ જ વાત કરી છે –
બ દી ખારા બ દ ખટા, બે દી મઠાઈ મઠI
મળે દી સરખા, રાજા રામે ન દઠ // અર્થાત્ બે દિવસ સારા, બે દિવસ ખરાબ જીવનમાં આવે છે. બધા સારા દિવસો તો રાજા રામના જીવનમાં પણ ન હતાં. હે! દેવાનુપ્રિય ! સાંભળો, આ શ્લોકમાં શું કહ્યું છે -
વસંતતિન્નેવ વૃત્તાન્ ! यात्येकतोस्तशिखरं पतिरौषधीना । माविष्कृतोरगपुरः सर एकतोर्कः ॥ तेजोद्वयस्य युगपद् व्यसनोदयाभ्यां । लोको नियम्यत इवात्मदशान्तरेषु ॥
| ભાવાર્થ : એક તરફ ચન્દ્રમા કે જે થોડા સમય પહેલાં આકાશના મધ્યભાગમાં અપરિમિત તારાઓ ઉપર એકછનું સામ્રાજ્ય ભોગવતો પ્રકાશિત થઈ રહ્યો હતો તે હમણાં અસ્તના શિખર ઉપર પહોંચી ચૂક્યો છે. અરે ! હમણાં જ જોતજોતામાં તે અસ્ત-અદેશ્ય-મૃતપ્રાય: થઈ જશે, ત્યારે તે જ વખત બીજી તરફ અરુણ સારથિને આગળ મોકલી સૂર્યનારાયણ પૂરતા પ્રકાશની સાથે પૃથ્વીને પ્રકાશિત બનાવવાની તૈયાર કરીને ચંદ્રના તેજનો પરાભવ કરતો પ્રગટ થવા આવ્યો છે ! અહો કેટલી બધી વિચિત્રતા !! બન્ને તેજ: પેજસ્વરૂપ હોવા છતાં એક જ સમયે એકનો અભ્યદય જ્યારે બીજાનો અસ્ત ! એકને સંપત્તિ અને બીજાને વિપત્તિ પ્રાપ્ત થઈ છે ! એ પણ એ જ સૂચવે છે કે અમારી પેઠે દરેક મનુષ્યની શુભ કે અશુભ દશાનું પરિવર્તન ચક્ર ફર્યા જ કરે છે. એક શાયરે કહ્યું છે કે –
अनगिन अघातों को सह मिट्टीका घडा हुआ है। अनगिन झंझावातोंको सह वृक्ष खडा हुआ है।
अनकल स्थितियोंको तो सभी सह लेते है। अनगिन प्रत्याघातोंको सह आदमी बडा हुआ है।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org