________________
૧૨૪
શ્રી અજરામરજી સ્વામી મનની સંપૂર્ણ દઢતા અને વૈરાગ્યનો રંગ પાકો જણાયો. કુળ અને ગોત્રની યોગ્યતા સાથે પ્રકૃતિની પણ યોગ્યતા જાણી તેમનાં કુટુમ્બીઓની અનુજ્ઞા મળતાં હવે દીક્ષા લેવાની બન્નેના મનમાં ઉતાવળ થઈ. ગોંડલના શ્રાવકોનો આગ્રહ થતાં સંવત ૧૮૪૧ના ફાગણ સુદ પાંચમના દિવસે. ગોંડલમાં જ પૂજયશ્રીએ બન્નેને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા.
'જીવન ઘડવૈયા દાદા ગુરુનો સ્વર્ગવાસ ગોંડલથી વિહાર કરી પૂજયશ્રી આદિ મુનિમંડળ ધોરાજી પધાર્યું, ત્યાં સ્વામીજીના દાદા ગુરુમહારાજ હીરાજી સ્વામીનો કસર થતાં ઘણા ઉપાયો લીધા પણ આખરે તે વ્યાધિએ પૂજય શ્રી હીરાજી સ્વામીના પૂલ દેહનો ભોગ લીધો. સૌ મુનિઓને આઘાત લાગે તે સ્વાભાવિક છે પરંતુ પૂ. શ્રી અજરામરજી સ્વામીને વિશેષ આઘાત લાગ્યો કારણ કે તેમના જીવન ઘડતરમાં, જ્ઞાનપ્રાપ્તિ વગેરેમાં દાદા ગુરુજીશ્રીનો અત્યંત મહત્ત્વનો ફાળો હતો. તેમની કૃપા પણ પૂજ્ય શ્રી ઉપર ઘણી હતી. દરેક મહાપુરુષોને આગળ વધવામાં તેમના ગુરુવર્યોનો તથા સહવર્તી સંતોનો મહત્ત્વનો ફાળો હોય છે તેનાથી જ તેઓ આગળ વધી શકે છે. વૃક્ષના આધાર વિના જેમ વેલ ઊંચે ન ચડી શકે તેમ ગુરુદેવના આધાર વિના અને તેમની કૃપા વિના સાધક પ્રગતિ ન કરી શકે.
'ગાદીના ગામ પુનિત પધરામણી
પરમોપકારી દાદા ગુરુના વિરહથી ઉદાસ થયેલા સ્વામીજીએ વિહારની દિશા બદલાવી લીંબડીથી વિહાર કર્યો આજ છ વર્ષ થવા આવ્યાં. વિહાર કરતી વખતે ખેતશી શેઠે સલાહ આપી હતી કે આપના સદ્દવિચારને પાર પાડવામાં કાંઈક કાળનું બળ જોઈશે અને ધીમે ધીમે બીજા સાધુઓને સમજાવીને તે વિચારને અમલમાં મૂકવાની અનુકૂળતા ઘણે ભાગે હું કરી આપીશ. આ સલાહ પૂજયશ્રીના મનમાંથી વિસ્તૃત થઈ ન હતી; કાળનું બળ મળી ચૂક્યું હતું. હવે સાંપ્રદાયિક સુધારણાનો સવાલ સત્વર હાથમાં લેવાનો મનમાં વિચાર થયો. જેથી તેમણે લીંબડી તરફ વિહાર કર્યો.
'ચડતી પડતી સર્વની, એ દુનિયાની રીત |
ચંદ્રકળા સુમાં વધે, વદમાં ઘટે ખચીત | તે વખતે લીંબડી સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા ત્રણસોની હતી પણ સંપ્રદાયિક વ્યવસ્થા જોઈએ તેવી સુંદર ન હતી. કેટલેક દરજે અવ્યવસ્થા થયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org