________________
૧૨૬
શ્રી અજરામરજી સ્વામી
હતી.) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીના એક શિષ્ય મ. શ્રી રામજી સ્વામી હતા પણ તેમનું વધારે પરિબળ ન હતું જેથી કેટલાક તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા કાંઈક ખટપટ જેવું જણાતાં અશ્રેયનું કારણ જાણી તેઓ લીંબડીથી વિહાર કરી વઢવાણ પધાર્યા હતા. તેઓ સ્વભાવે સરલ અને ભદ્રિક હતા અને પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીના ગુરુ પૂજ્ય શ્રી કાનજી સ્વામી, તેમના ગુરુ મ. શ્રી ગુલાબચંદજી સ્વામીના ગુરુભાઈ થતા હતા.
અમુક ખટપટથી તેમને લીંબડીથી વિહાર કરવો પડ્યો છે, એ હકીકત જ્યારે સ્વામીજીના જાણવામાં આવી ત્યારે તેમણે પૂ. શ્રી ઈચ્છાજી સ્વામીને આશ્વાસન આપ્યું કે, “તમે ફીકર ન કરો, હું ન્યાયનો પક્ષપાતી છું. આપને મળેલા અન્યાયથી હું ઘણો દિલગીર છું પણ ગમે તેમ કરી અટિત ખટપટ દૂર કરી, આપને ન્યાય અપાવવા પૂરતી મદદ કરીશ.”
ખરેખર, જેના અંતઃકરણમાં ન્યાયમાર્ગને માન આપવાની વૃત્તિ જાગૃત રહે છે તે મહાન પુરુષો પોતાની દૃષ્ટિએ અન્યાયને એક ક્ષણભર પણ જોઈ શકતા નથી. પોતાના દીકરા તરફથી દુશ્મનને અન્યાય થતો જોઈ દુશ્મનને નહિ પણ દીકરાને અન્યાય બદલ સખત શિક્ષા આપનાર સજ્જન પુરુષોના અનેક દાખલાઓ ભૂતકાળને યાદ કરાવનાર ઈતિહાસમાં આપણે જોઈએ છીએ. પરોપકારપરાયણ પરમાર્થ પુરુષોની ધીરજનો આ જ માર્ગ છે. ભર્તૃહરિએ સત્ય જ કહ્યું છે કે – निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणामस्तु युगान्तरे वा । न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
ભાવાર્થ : નીતિમાં નિપુણ એવા લોકો નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી આવે અથવા ઈચ્છા પ્રમાણે ચાલી જાય, આજે જ મરણ થાય કે યુગો પછી થાય પરંતુ ધીર પુરુષો ન્યાયના માર્ગથી એક પગલુંય ચલિત થતા નથી.
આ પ્રમાણે સ્વામીજીએ આ ધૈર્યવ્રતની ધૂરા મૂળથી જ ઉપાડેલી હતી. આથી પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામીને અવલંબન રૂપ આશ્વાસન મળવાથી ઘણો જ આનંદ થયો તેમને થયું કે સત્યના અને ન્યાયના પક્ષપાતી આત્માઓ હજી છે.
થોડા દિવસ વઢવાણ રહી સ્વામીજી, પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી ઠાણાબેની સાથે – દશ સાધુ સહિત લીંબડી પધાર્યા. એક તરફ સાધુઓમાં અંદર અંદરની ખટપટ, બીજી તરફ આચારવિચારમાં થયેલા ફેરફાર : આ બન્ને કારણોથી સતેજ થયેલી સ્વામીજીની વૃત્તિએ ઉપદેશ દ્વારા શ્રાવકોને જાગૃત કરવાનો માર્ગ અખત્યાર કર્યો. સાંપ્રદાયિક સુધારણાનો સવાલ સંધમાં ચર્ચાવા લાગ્યો, ચળવળનો ચંચળ પવન ચારે તરફ પ્રસરવા માંડ્યો. સ્વામીજીએ ખેતશી શેઠને સૂચના આપી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org