________________
આ છે અણગાર અમારા
૧૦૯
દોલતને સામી લાત મારી નિઃસ્પૃહતાના આનંદનો અનુભવ કરનારાઓમાંનો હું એક છું. આપની સંપત્તિ આપને મુબારક હો ! લાખો કે કરોડો તો શું પણ કદાચ બાદશાહી મળતી હોય તો પણ તે મારા મનને લલચાવી શકે તેમ નથી. જે માર્ગમાં કંચન તથા કામિની લાલચરૂપ થતાં નથી તે જ માર્ગમાં ચાલવાનો મેં નિશ્ચય કર્યો છે. માટે ફરીથી આવું કાંઈ ન કહેવા મારી નમ્ર વિનંતિ છે. આપને આવી લલચામણી વાત કરવી હોય તો હું રજા લઉં છું, કારણ કે તે વાત સાંભળવા પણ હું ખુશ નથી.
આ પ્રમાણે કહી તે ધીર બાળકે વિદાય લીધી. ગોંસાઈજી મંત્રમુગ્ધ બની ગયા. આટલી નાની ઉંમરમાં આટલી બધી સમજણ અને આટલી વાક્છટા ! ખરેખર, જે ગુરુને આવા શિષ્ય મળે છે તે ગુરુ પણ ગૌરવનો અનુભવ કરતા હશે.
ગોસાઈજી અને આનંદકુમારના સંવાદ ઉપરથી વૈરાગ્યની દઢતા, મનની નિશ્ચલતા અને નિઃસ્પૃહતા કેવા ઊંચા પ્રકારની છે તેની પ્રતીતિ થાય છે. મહાપુરુષોના લક્ષણ બાળપણથી જ દેખાઈ આવે છે. પેલી અંગ્રેજી કહેવત પણ se s - "Childhood shows the man as morning shows the day અર્થાત્ દિવસ કેવો થશે તે પ્રભાત બતાવે છે. તેમ માનવ કેવો થશે તે એનું બાલપણ બતાવે છે.
માત્ર નવ જ વર્ષની ઉંમર હોવા છતાં એ ચાતુર્માસમાં ખૂબ જ સારો અભ્યાસ કરી સંયમ લેવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. મુનિઓના કલ્પ પ્રમાણે કારતક વદ-૧ના પૂજ્ય શ્રી હીરાજી સ્વામી આદિ ઠા. ર ગોંડલથી વિહાર કર્યો. તેમની સાથે ભાવિ મહાપુરુષે પણ વિહારનો અનુભવ લીધો. માતા કંકુબાઈએ પુત્રને પૂજ્યશ્રીની સાથે ફરવાની અનુમતિ આપી પોતે આચાર્યજી સાથે અભ્યાસ કરવા રહ્યા. થોડા સમયમાં જ ચારિત્ર્યની દુષ્કરતાનો અંગત અનુભવ મેળવી વૈરાગ્યના રંગને પરિપક્વ બનાવી દીક્ષાની અનુજ્ઞા લેવા માતા-પુત્ર પોતાના ગામ પડાણા આવ્યાં.
તેમના સગાંવહાલાઓ કે જેઓ ધર્મમાં ઉંડા ઊતરેલા ન હતાં છતાં સરલ હતાં. એ લોકોનાં દયમાં જયારે “ધર્મ એ આપણું કર્તવ્ય છે અને સંયમ લેવો એ એક ઉચ્ચ આદર્શ અને ઉત્તમોત્તમ પગલું છે.” એ વાત પ્રમાણો આપી સમજાવવામાં આવી ત્યારે રાજીખુશીથી બન્નેને દીક્ષા લેવાની આજ્ઞાપત્રિકા લખી આપી. તે આજ્ઞાપત્રિકામાં મોટા સાધુ અને આગેવાન શ્રાવકોની સહી કરાવી દીક્ષા લેવાનું પ્રમાણપત્ર મેળવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org