________________
૧ ૧૦
શ્રી અજરામરજી સ્વામી
'હું તો અરિહંત અરિહંત જપે મોરી મા,
' મારું મન લાગ્યું છે સંયમમાં..... ૧૦ વર્ષની ઉંમરના આનંદકુમાર દીક્ષા લેવા માટે થનગની રહ્યા છે. માતાને કહે છે, હવે જલદી દીક્ષિત થઈએ. પૂજ્ય ગુરુદેવને પણ વિનંતી કરી, પ #7ી તીક્ષા તેદિ કૃપા કરી દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો.
- પૂજ્ય શ્રી હીરાજી સ્વામી તથા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફરીને ગોંડલ પધાર્યા ત્યારે શ્રાવકોના ચડતા ઉત્સાહની સાથે અત્યાગ્રહથી ગોંડલમાં જ દીક્ષા મહોત્સવ ઊજવવાનો નિશ્ચય કર્યો. વિ. સંવત ૧૮૧૯ના મહા સુદિ પાંચમના દિવસે ચડતે પહોરે, શુભ મુહૂર્ત પૂજય શ્રી હીરાજી સ્વામીએ ઉચ્ચ ભાવથી ઉત્સુક બનેલા બન્ને ભાગ્યશાળી માતા-પુત્રને દીક્ષા આપી. પૂજયશ્રી હીરાજી સ્વામીએ આનંદકુમારનું નામ અજરામરજી સ્વામી રાખી મ. શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પવિત્રાત્મા કંકુબાઈ આર્યાજીને મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા. સાથે આશીર્વાદ પણ આપ્યા. (ઉં. આ. ૨૨) नाणेय दंसणेय च चरित्तेण तवेण य । खंतीए मुत्तीए वढमाणो भवाहि य ॥
અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે સદ્ગણોમાં વૃદ્ધિ પામો, જલદી સંસાર સાગરને તરો.
સંયમના ઉચ્ચ શિખર ઉપર ચડતાં બાલમુનિ શ્રી અજરામરજી સ્વામીના મનમાં અપૂર્વ ઉત્સાહ ઝળકતો હતો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને લુબ્ધને ધન મેળવવાની જેટલી આતુરતા હોય તેના કરતાંય અધિક આતુરતા સંયમ તરફ અને જ્ઞાન તરફ આ બાલમુનિને હતી.
દીક્ષિત થયા પછી રાત અને દિવસ ગુરુવર્યોની સેવામાં તત્પર રહી પ્રતિદિન અધિકાધિક ગુરુમહારાજની કૃપા મેળવતાં તેઓ શાસ્ત્રાભ્યાસનું રટણ કરવા લાગ્યા. સમયની કિંમત તેઓ સારી રીતે સમજતા હતા તેથી જરાય સમય વ્યર્થ ગુમાવતા નહિ કારણ કે તેઓ સમજતા હતા કે “Time is more Preious than money because money once lost can be regained but time once lost can not be regained."
અર્થાત્ ધન કરતાં સમયની કિંમત વધારે છે કારણ કે ગયેલું ધન પાછું મેળવી શકાય છે પરંતુ ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી.
તેઓશ્રી સમયની આવી કિંમત સમજતા હોવાથી જરાય સમય ગુમાવતા નહિ. વળી કયા કાર્યમાં વધારે સમય ગાળવાથી લાભદાયી થાય તે પણ સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org