________________
આ છે અણગાર અમારા
૧૧૩ અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે – સાતિથતિ અર્થાત મહાપુરુષોની આકૃતિ જ એમના ગુણોને કહે છે.
શ્રી પૂજયના સમાગમ પછી સુરત પહોંચવાની તાલાવેલી જાગી. વિના વિલંબે થોડા સમયમાં તેઓશ્રી વિહાર કરતાં કરતાં સુરત આવી પહોંચ્યા. સ્થાનકમાં ઊતર્યા પછી તરત શ્રી પૂજયની બતાવેલી નિસાનીથી ગોપીપરામાં ઉપાશ્રય શોધી શ્રી પૂજયને મળ્યા અને ક્યાંથી અભ્યાસ કરવો તેના માટેની વાતચીત કરી. અભ્યાસ સમયની નક્કી ગોઠવણ કરી સ્વસ્થાને ગયા અને બીજા દિવસથી નિયમિત સમયે મહારાજ શ્રી કાનજી સ્વામી સાથે પ્રખર વિદ્યાવ્યાસંગી શ્રી અજરામરજી સ્વામી શ્રી પૂજયના ઉપાશ્રયે પાઠ લેવા ગયા.
આ દાખલો વિદ્યા મેળવવાની છૂટ માટે ઓછો ઉપયોગી નથી; તે વિદ્યા ક્ષેત્રની સીમાને વધારે છે; સંકુચિત દષ્ટિને દૂર કરી Æયની વિશાળતાનો પુરાવો આપે છે એટલું જ નહિ પણ વિદ્યાર્થી અવસ્થામાં ઉત્તમ વિદ્યાનો લાભ મળતો હોય ત્યાં અમુક સ્થળે ન જવાનું જરાય મિથ્યાભિમાન ન રાખવાનો સારો બોધ આપે છે. અહંકારી આત્માઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. વિદ્યા પ્રાપ્તિ માટે વિનય અને નમ્રતા અત્યંત જરૂરી છે, તેથી જ આ સૂક્તિમાં કહ્યું છે કે – વિદ્યા विनयेन शोभते ।
અભ્યાસ કરતાં કરતાં થોડા દિવસો નીકળી ગયા પછી શ્રી પૂજ્યના સેવકોમાં ચળવળ થવા લાગી. પ્રતિપક્ષના સાધુને શ્રી પૂજ્ય ભણાવે છે તે સર્પને દૂધનું પાન કરાવવા જેવું કરે છે; તો આ અયુક્ત પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. ઘણા લોકોએ આવો એકદેશી સંકુચિત અભિપ્રાય બાંધી શ્રી પૂજ્યને અભ્યાસ ન કરાવવા માટે વિનંતી કરી પણ પાત્રની પરીક્ષા કરનાર મધ્યસ્થ વૃત્તિના શ્રી પૂજયે એવો સ્પષ્ટ જવાબ આપ્યો કે જેથી તેઓ સંતોષ પામી, વગર બોલ્ય ઘેર ચાલ્યા ગયા.
જયારે સામસામા પક્ષમાં વિરોધની પ્રબળતા હતી, એકવીસમી સદીના યત્કિંચિત્ મધ્યસ્થ ભાવનો હજી પ્રચાર થયો ન હતો. તેવા સમયમાં ખરા ભાવથી બીજા ગચ્છના સાધુને વિદ્યાભ્યાસ કરાવવાની શ્રી પૂજ્યજીએ જે ઉદારતા બતાવી તે તેમના દ્ધયની માધ્યચ્યવૃત્તિ અને જાહેર હિંમતનો પ્રેરણાદાયી પુરાવો છે. સાચા વિદ્વાન પુરુષોની તો આવી જ વિચારધારા હોવી જોઈએ. શ્રી ભર્તુહરિએ સાચું જ કહ્યું છે કે –
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ અર્થાત્ સંકુચિત મનવાળાની ગણતરી આ મારું અને આ પરાયું એવી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org