________________
આ છે અણગાર અમારા
૧૧૧ રીતે સમજતા હતા જેથી કાર્યનું પૃથ્થકરણ કરી વધારે ઉપયોગી અને વધારે અનુકૂળ કાર્ય પ્રથમ હાથ ધરતા. અભ્યાસક્રમમાં અવશ્ય મુનિચર્યાની ક્રિયા સિવાયનો તમામ સમય અભ્યાસમાં અને સ્વાધ્યાયમાં ગાળતા હતા. પૂજ્ય ગુરુદેવે બીજા સાધુઓને એવી આજ્ઞા કરી હતી કે અભ્યાસ મુનિ પાસે બીજાં કામો કરાવવા નહિ તેમ જ બીજા સંતોનો પણ આ તેજસ્વી મુનિ તરફ એટલો પ્રેમ હતો કે મુનિ શ્રી કોઈ કાર્યમાં ભાગ લે તો અટકાવીને અભ્યાસના કાર્યમાં ઉત્તેજન આપતા.
આ બધામાં તે મહાપુરુષની શાંતપ્રકૃતિ, મળતાવડો સ્વભાવ, સૌને પોતાના તરફ ખેંચવાની પુણ્યપ્રકૃતિ અને નમ્રતાયુક્ત ડહાપણને આભારી હતું. એક તરફ સહચારીઓની સહાયતા ને બીજી બાજુ બુદ્ધિની તીક્ષ્ણતા આ અનુકૂળતાના કારણે અભ્યાસનું કામ શીધ્ર ગતિથી આગળ વધતું હતું. તેમનું જીવન વિદ્યાના પ્રભાવથી અધિકાધિક તેજમય દેખાતું હતું અને મહાનતાના લક્ષ્યો સ્પષ્ટ તરી આવતા હતાં.
દીક્ષિત થયા પછી પ્રારંભનાં છ વર્ષ દરમ્યાન દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અનુયોગદ્વાર, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, દશાશ્રુત સ્કંધ, આચારાંગ સૂત્રનો પ્રથમ શ્રુત સ્કંધ તથા સૂયગડાંગ સૂત્ર આ દશ સૂત્રો કંઠસ્થ કર્યા તથા કેટલાંક સૂત્રોની વાચના લીધી. સંવત ૧૮૨૫ સુધી ઝાલાવાડ કાઠિયાવાડમાં વિચર્યા, ત્યાર પછી સંસ્કૃતનો વિશેષ અભ્યાસ વધારવા ગુજરાત તરફ વિહાર કરવાનો નિશ્ચય કર્યો. વિદ્યા પ્રાપ્તિ માટે ગમે તેવાં કષ્ટો સહન કરવા તેઓશ્રી તત્પર હતા. સાચા અર્થમાં જે વિદ્યાર્થી છે તેણે અનુકૂળતાઓ અને સુખશીલતાનો ત્યાગ કરવો જોઈએ. ખરું જ કહ્યું છે પેલા સુભાષિતમાં –
सुखार्थी चेत्त्यजेद् विद्यां, विद्यार्थी चेत्त्यजेत्सुखम् ।
सुखार्थिनः कुतो विद्या, सुखं विद्यार्थिनः कुतः॥ અર્થાત્ સુખાર્થીએ વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો જોઈએ, સુખાર્થી જીવને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી મળે?
આજના કાળમાં વગર મહેનતે કોપીઓ કરી પાસ થઈ જવું હોય અને ડિગ્રીઓ જ મેળવવી હોય એવા સુખની આશા રાખનારા સુખાર્થી જીવો વિદ્યાની મહત્તા ક્યાંથી સમજી શકે ?
વિ.સંવત ૧૮૨૬ની સાલમાં લીંબડીથી પૂજ્ય શ્રી હીરાજી સ્વામી, પૂ. શ્રી કાનજી સ્વામી તથા ભવિષ્યના ક્રિયોદ્ધારક શ્રી અજરામરજી સ્વામી એ ત્રણ મહાપુરુષોએ સુરત તરફ પ્રયાણ કર્યું. દરેક ગામમાં ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્મપ્રત્યે આકર્ષતા, જૈન ધર્મનો ઝંડો ફરકાવતા ભરૂચ પહોંચ્યા. ભરૂચની નર્મદા નદી ઉલ્લંઘી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org