________________
૧૧૮
શ્રી અજરામરજી સ્વામી કરી તરત વિહાર કરી પ્રિપાસિત જનોની પિપાસાને પૂર્ણ કરો.”
આ વિનંતિની પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના મન ઉપર ઘણી સારી અસર થઈ. નવો પ્રાંત જોવાનો પ્રસંગ પણ સિદ્ધ થતો હતો, જેથી ઉત્સાહભેર ગુજરાત તરફ પેલા માણસની સાથે વિહાર કર્યો; અમદાવાદ સુધી પેલા ભાઈ સાથે જ હતા; અમદાવાદથી જુદો પડી તે અગાઉથી લીંબડી સંઘને ખબર આપવા આવ્યો. પૂજય શ્રી દોલતરામજી મહારાજ અમદાવાદ સુધી પધારી ચૂક્યા એવા ખુશખબરની વધામણીમાં ખુશ થઈને તે સંદેશવાહકને તે જ વખતે સંઘે ખરડો કરી રૂપિયા ૧૨૫૦/- રોકડા વધામણીના આપ્યા! તે વખતે સંઘની ઉદારતા કેટલી હશે તે આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના બ્દયની પણ કેટલી વિશાળતા કે અન્ય સંપ્રદાયના સાધુને જ્ઞાન આપવા માટે છેક માળવાથી સોરાષ્ટ્રમાં લઈ આવ્યા.
' સાથે તે સુસાનાથે તે ભગવતી સૂત્ર થોડા જ દિવસોમાં પૂજય શ્રી દોલતરામજી મહારાજ અમદાવાદથી લીંબડી પધાર્યા. તે વખતે લીંબડીનો સમસ્ત સંઘ તથા સાધુજીઓ ઘણે છેટે સામા જઈ સત્કારપૂર્વક પૂજ્યશ્રીની લીંબડીમાં પધરામણી કરાવીને ગામમાં ઉપાશ્રયે તેડી લાવ્યા. તેઓશ્રીને બહુમાનપૂર્વક વંદન-નમસ્કાર કરીને સંતોએ તથા સંધે પધારવા બદલ સ્વાગત પ્રવચનમાં આભાર માન્યો.
'શાસ્ત્ર-સિદ્ધાન્તનો સાર સુણાવે.....
શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી દોલતરામજી મહારાજ શાસ્ત્ર જિજ્ઞાસુ અજરામરજી સ્વામીને પ્રેમપૂર્વક વાચના દેવા લાગ્યા. મુનિ શ્રી વિનયપૂર્વક વાચના લેતા હતા. પૂજય શ્રી દોલતરામજી મહારાજના લીંબડી પધારવાના ખબર પાલણપુર બિરાજતા જેઠમલજી મહારાજ (સમકિતસારના કર્તા)ને મળતાં તેઓશ્રી પણ સૂત્રનું વાચન કરવા માટે લીંબડી પધાર્યા. પૂજયશ્રી તે બન્નેને નિષ્પક્ષપાતપણે માધ્યસ્થ વૃત્તિથી ખરી અંતરની લાગણીથી અભ્યાસ કરાવતા હતા. શ્રી ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે કે :
આમાં કહ્યા પ્રમાણે પૂજય શ્રી દોલતરામજી મહારાજની ઉદાત્ત વૃત્તિ હતી અને સમભાવ હતો તથાપિ અજરામરજી મહારાજના મનમાં કાંઈક ભિન્નભાવ પેદા થયો હતો; તે એવા ભાસથી કે દોલતરામજી મહારાજ મારા કરતાં મારા સહાધ્યાયી ઉપર વધારે કાળજી રાખે છે. જેઠમલજી મહારાજ વિચક્ષણ હતા તેથી તે ભાવ કોઈ દિવસ જણાવ્યો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org