________________
આ છે અણગાર અમારા
૧૧૭ પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીએ ફરી ભાર દઈને જ્યારે પોતાની અપૂર્ણતા જાહેર કરી અને સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્સુકતા બતાવી ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકોનો વિસ્મય આગળ વધતો અટક્યો અને કયે ઠેકાણે તેમ જ કેવી રીતે તેની પૂર્ણતા થાય તેનો ઉપાય સંઘના આગેવાન ખેતશી શેઠે પૂછયો.
પૂજ્યશ્રીએ માળવામાં વિચરતા સૂત્રસાર વેત્તા પૂજય શ્રી દોલતરામજી મહારાજનું નામ આપી કહ્યું કે, “કોઈ પણ ઉપાય તે પૂજ્ય શ્રી અહીં પધારે અથવા અમે ત્યાં જઈએ તો સાનુકુળ યોગ થાય.” શેઠજીએ કહ્યું કે, “આપ આપના લાભ માટે ત્યાં પધારો એ જ ઉચિત ગણાય પરંતુ તેમ કરવાથી તે પૂજયશ્રીના દર્શન તેમ જ જ્ઞાનનો લાભ અમને બધાને ન મળે તેમ જ આપનો લાભ પણ ન મળે તેથી તેમને અહીં બોલવવા એ જ સારું છે; અમને પ્રયાસ કરવા દો. જો તે પ્રયાસમાં સફળ થશું તો આપને સૂત્ર જ્ઞાનનો લાભ મળશે અને અમને પણ સાથે થોડો લાભ મળશે. જો તેમાં સફળ ન થઈએ તો બીજો માર્ગ છે જ.”
આટલી વાતચીત પૂજયશ્રી સાથે થઈ ગયા પછી શેઠજીએ સંઘની મિટિંગ બોલાવી અસરકારક લખાણવાળો એક વિનંતિપત્ર લખી એક વાચાળ અને પીઢ માણસ માળવે મોકલવા તૈયાર કર્યો. તેને મોઢે ખૂબ જ ભલામણ આપી કે ગમે તેમ કરીને પૂજય દોલતરામજી મહારાજને આ તરફ પધારવા વિહાર કરાવી ત્યાંથી આ તરફનો વિહાર કરાવવો અને તારે પણ સાથે આવવું તેમ જ અમને અગાઉથી ખબર આપવા.
'“પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજની વિશાળતા ' તથા લીબડી સંઘની પ્રેરણાદાયી ઉદારતા.",
પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ માળવા સંપ્રદાયના હતા. તેમણે સંવત ૧૮૧૪માં દીક્ષા લીધી હતી અને સૂત્રજ્ઞાનમાં ઘણી પ્રવીણતા મેળવી હતી. સુરતમાં તેમ જ સૌરાષ્ટ્રમાં પણ તેમણે કેટલાંક ચોમાસાં કર્યાં હતાં. આ વખતે તેઓ શ્રી બુંદી કોટે બિરાજતા હતા. વિનંતીપત્ર લઈ બુંદીકોટે ગયેલા સંદેશાવાહકે પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજના ચરણારવિંદમાં લીંબડીના સંઘનો વિનંતિપત્ર રજૂ કરી નમ્ર પ્રાર્થના કરી કે, “ચકોર ચંદ્રમાને, મયૂર મેઘને, કોયલ વસંતને, ભમરી કમળને અને ચાતક જલધરને જેમ ઈચ્છે તેમ લીંબડીનો સંઘ અને સાધુ મુનિરાજો આપના મુખારવિંદના દર્શન માટે તલપી રહ્યા છે. તેમની આતુરતા જણાવવા માટે મારી પાસે શબ્દો નથી પણ વિનંતીપત્ર આપને તે શબ્દો પૂરા પાડશે. તીક્ષ્ણબુદ્ધિસંપન્ન મહારાજ શ્રી અજરામરજી સ્વામીને આપની પાસેથી સૂત્રજ્ઞાન મેળવવા એટલી બધી પિપાસા છે કે જેનું વર્ણન થઈ શકે તેમ નથી, માટે કૃપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org