________________
૧૧૬
શ્રી અજરામરજી સ્વામી વ્યાખ્યાન આપવાની છટાદાર શૈલી અને અલૌકિક વકતૃત્વ શક્તિથી તેમણે શ્રોતાઓને વશ કર્યા હતા.
'સંપ્રદાયના મુખીની શંકાનું સમાધાન અને પૂજ્યશ્રી
' તરફ જાગેલો શેઠશ્રીનો અહોભાવ.
જે વખતે લીંબડીની ગાદીએ પૂજય શ્રી મૂલચંદજી મહારાજના શિષ્ય પૂજય શ્રી પચાણજી સ્વામી હતા તે વખેત સાધુઓની સંખ્યા ઘણી હતી પણ જોઈએ તેવી એકતા ન હતી. સાધુ સામાચારીની સુધારણાને માટે અમુક કલમો બાંધી હતી પણ તે પળાતી ન હતી. સ્થિતિ છિન્નભિન્ન પ્રાયઃ હતી. તે વખતમાં લીંબડીમાં પ્રતિષ્ઠિત, આબરૂદાર અને સત્તાવાન ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ હતા. તેમના મનમાં કોઈ ધર્મ વિષય પર શંકા હતી. તેનો ખુલાસો મેળવવા માટે બે-ચાર મોટા સાધુઓને પૂછવામાં આવેલું પણ તેથી મનનું સમાધાન થયું નહિ પછી પંડિતરાજ શ્રી અજરામરજી સ્વામીને તે પ્રશ્નો પૂછતા તેમણે શાસ્ત્રના દાખલાઓ આપી એવી ખૂબીથી ખુલાસો કર્યો કે ખેતશી શેઠના મનની શંકાનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું જેથી તેઓ ઘણા સંતુષ્ટ થયા અને પૂજ્યશ્રીની બુદ્ધિથી ખૂબ જ પ્રભાવિત થયા.
ધીમે ધીમે ઘણા શ્રાવકોનું મન વિદ્વદ્વર્ય શ્રી અજરામરજી સ્વામી તરફ આકર્ષાયું. લીંબડીમાં વધારે સમય શ્રાવકોને પોતાની વાણીનો લાભ આપે એવી દરેકના મનમાં ઉત્સુકતા થઈ. ખેતશી શેઠે લીંબડીમાં રોકાવા માટે આગ્રહ કર્યો ત્યારે પૂજયશ્રીએ કહ્યું કે મારો અભ્યાસ ઘણો અપૂર્ણ છે, સૂત્રજ્ઞાન ગુરુગમથી મેળવવું હજી બાકી છે ત્યારે બધા શ્રાવકો ચક્તિ થઈ ગયા કે આટલી વિદ્વતા છતાં કેમ અપૂર્ણતા જાહેર કરે છે. સાચો વિદ્વાન હંમેશા પોતાની જાતને અપૂર્ણ માને છે જ્યારે અર્ધદગ્ધ પોતાની જાતને ખૂબ વિદ્વાન માને છે, ભર્તુહરિએ સાચું જ કહ્યું
सम्पूर्णकुम्भो न करोति शब्द । म| घटो घोषमुपैति नूनम् ॥ વિદ્વાન પુત્રીનો ન કરોતિ પર્વ મુળવિહીના વદુ નાન્તિ નીતિ શતક
| ભાવાર્થ સંપૂર્ણ ભરેલો ઘડો અવાજ કરતો નથી, છલકાતો પણ નથી પરંતુ અધૂરો ઘડો અવાજ પણ ઘણો કરે અને છલકાયા કરે છે, તેવી રીતે જે સંપૂર્ણ વિદ્વાન છે તે ક્યારેય ગર્વ કરતો નથી તેમ જ પોતાની જાતને અપૂર્ણ માને છે જયારે અર્ધદગ્ધ ભણેલા ગુણવગરના માણસો બહુ બોલ બોલ કરે છે અને છલકાય છે.
“There is always the season for a man to a learn.” GĦall માણસ માટે ભણવાનો સમય હોય છે, નહિ કે અમુક સમય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org