________________
૧૧૪
શ્રી અજરામરજી સ્વામી
છે પરંતુ ઉદાર આત્માઓ માટે તો આ પૃથ્વી આખી પોતાની કુટુંબ સમાન છે. મહાત્મા ગાંધીજીએ પણ એ વાત કહી છે, The world is my family.
જાહેર હિંમત હોય તો જ લોકાપવાદ જીતી કાર્ય સિદ્ધ કરી શકાય છે. શ્રી પૂજ્યજીની જાહેર હિંમતને સહસ્રશઃ ધન્યવાદ ઘટે છે. સેવકોનો વિરોધ છતાં સ્પષ્ટ જવાબ આપવાનો હેતુ એ પણ હતો કે આજ સુધી અજરામરજી સ્વામી જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળો સરળ અને સુપાત્ર વિદ્યાર્થી તેમને બીજો કોઈ મળ્યો ન હતો; તેથી ગમે તેવી પ્રતિષ્ઠાને કે પેદાશને ભોગે પણ એ મુનિને અભ્યાસ પૂરો કરાવવો એવો તેમણે અંત૨માં નિશ્ચય કર્યો હતો. આવો ઉદારતાનો નમૂનો મતાગ્રહી ત્યાગી લોકોએ અનુકરણ કરવા યોગ્ય છે.
શ્રી પૂજ્યની દૃઢતાભરેલી લાગણીથી સંઘ તરફનું વિઘ્ન દૂર થતાં નિર્વિઘ્નપણે અભ્યાસ કરતાં ચાતુર્માસનો કાળ પરિપૂર્ણ થયો. મુનિના કલ્પપ્રમાણે વિહાર કરવો જોઈએ અને વિહાર થાય તો અભ્યાસ અધૂરો મૂકવો પડે; તે પણ મૂકી શકાય પરંતુ ફરીને આવો યોગ ક્યાંથી મળે ? તેથી “સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ.’’ એ ન્યાયાનુસાર અભ્યાસ પણ ચાલુ રહે અને સાધુનો કલ્પ પણ સચવાય તેવો માર્ગ શોધવાનો વિચાર કર્યો અને આજુબાજુનો ગૂંચવાડો હોવા છતાં ગુરુમહારાજની સ્થિર બુદ્ધિએ તે ગૂંચવાડો વિખેરી દૂર કર્યો અને જણાવ્યું કે જે પરામાં વહોરવા નથી ગયાં ત્યાં શેષકાળ રહી શકાશે અગર તો ચાતુર્માસ પણ કરી શકાશે; અલબત્ત, તેથી દૂર તો થશે અને આવવા જવામાં સમય વધારે લાગશે પણ અભ્યાસ ચાલુ રહેશે. ખરું જ કહ્યું છે કે -
सर्वनाशे समुत्पन्ने, हयर्धं त्यजति पण्डितः । अर्धेन कुरुते कार्यं, सर्वनाशो न जायते ॥
અર્થાત્ અર્ધનાશના ભોગે સર્વનાશ થતો અટકાવવો એ નિર્ણય થતાં પૂજ્યશ્રીના મનમાં ખૂબ જ આનંદ થયો અને સંસ્કૃત અભ્યાસ આગળ વધ્યો.
એક પરામાંથી બીજા પરામાં શેષકાળ અને ચાતુર્માસની પરાવૃત્તિ કરતાં કલ્પતી રીતે છ વર્ષ રહી લગાતાર ૬ ચાતુર્માસ સુરતમાં કર્યાં અને ત્યાં સુધી શ્રી પૂજ્યે ચડતી પ્રીતિની સાથે નિરંતર અભ્યાસ કરાવ્યો. મુનિશ્રીના સુશીલ સ્વભાવ અને નમ્ર પ્રકૃતિને લીધે ભણાવતાં શ્રી પૂજ્યને એકે વખત કંટાળો ન ઊપજ્યો પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ભણવાની પ્રીતિ અને ઉત્સાહમાં વધારો થતો હતો.
છ વરસમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, નાટક, ચંપુ, છંદ, સંગીત અને જ્યોતિષનો સારી રીતે અભ્યાસ કરવા ઉપરાંત ન્યાયમાં દીપિકા, મુક્તાવલિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org