________________
આ છે અણગાર અમારા
૧ ૨૧ આપ્યું અને કેટલેક સુધી સાથે ગયા. છેવટે ભવિષ્યના સમાગમ માટે પરસ્પર ચાહના દર્શાવી પાછા વળ્યા.
સામાજિક કર્તવ્ય જીવન સંવત ૧૮૩૬ની સાલમાં વિદ્યાર્થી જીવનની પૂર્ણાહુતિ થતાં વિશેષ કર્તવ્ય જીવનની શરૂઆત થઈ. માનસિક વ્યવસાયમાં સામાજિક વ્યવસાયનું મિશ્રણ થયું. વિદ્યાર્થી અવસ્થામાં ઉદ્ભવેલા પરંતુ અનુકૂળ સંયોગોના અભાવે સુસ્ત રહેલા સામાજિક ઉન્નતિના સંસ્કારો પુનઃ જાગૃત થયા. સામાજિક સુધારણા સત્વર કઈ રીતે થાય તે વિચારે પ્રથમ સ્થાન લીધું.
ગૃહસ્થ વર્ગની નૈતિક અને ધાર્મિક સુધારણા તથા મુનિવર્ગની ચારિત્ર સુધારણા એ ત્રણે તેમની કર્તવ્યબુદ્ધિનાં ક્ષેત્ર બન્યાં. આ કર્તવ્ય ક્ષેત્રમાં સતત ઉદ્યત રહેવાની આંતરિક ઉત્કંઠા પ્રદીપ્ત થઈ. મુનિવર્ગની સામાચારી સુધારણાને માટે ખેતશી શેઠની સલાહ લીધી પણ શેઠ તરફથી એવી સલાહ મળી કે આપનો વિચાર અતિ ઉત્તમ છે, સુધારાની પૂરતી જરૂર છે પણ બીજા સાધુઓની મનોવૃત્તિ જોતાં તે વિચાર તરતમાં પાર પાડવા જતાં ધારેલું પરિણામ આવવાનો સંભવ ઓછો જણાય છે; માટે ધીમે ધીમે કામ લેવું ઠીક પડશે; ધીમે ધીમે સમજાવટથી કામ લેવા હું પણ પ્રયાસ કરું છું અને આપ પણ પ્રયાસ ચાલુ રાખજો. આ સલાહ દીર્ધદર્શિતાયુક્ત અને હિતાવહ હતી જેથી સ્વામીજીએ એ દિશાના વિચારને લક્ષ્યમાં રાખીને હાલ તુરતને માટે પોતાની વિદ્યાનો લોકોને લાભ આપવા અને પરોપકારની ભાવના પાર પાડવા પ્રથમ હાલાર તરફ વિહાર કર્યો.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी હાલાર એ પોતાની જન્મભૂમિનો પ્રેદશ હોવા ઉપરાંત ત્યાંના ગામડાના વતનીઓ પ્રાયઃ ખેડૂતવર્ગના હોવાથી તેમનામાં ધાર્મિક સંસ્કાર પાડવાની જરૂર હતી. થોડો સમય તે પ્રદેશમાં વિચર્યા અને જામનગર પધાર્યા. ત્યાં એક બીજું નિમિત્ત પ્રાપ્ત થયું. માંડવીના નગરશેઠ કલ્યાણજી જેઠાભાઈ પૂજ્યશ્રીના દર્શન કરવા જામનગર આવ્યા. તેમણે એવા સમાચાર આવ્યા કે રતલામનિવાસી ગેરૂલાલ નામે એક બ્રાહ્મણ કે જે અમારો આડતિયો છે અને તેરાપંથીના સ્થાપક સાધુ ભિખનજીનો ચુસ્ત ભક્ત છે, દયા-દાન ઉત્થાપવાની જેની શ્રદ્ધા છે તે વાગડથી માંડવી આવતાં ઘણા શ્રાવકોના અને ત્યાં વિચરતા સાધુઓના મન કુયુક્તિજાળથી પોતાની શ્રદ્ધા દ્વારા ડામાડોળ કરી દીધાં છે, માટે મહેરબાની કરીને આપ ત્યાં પધારી શંકા નિવારણ કરી શ્રદ્ધા સુધારો. આ વિનંતીએ સ્વામીજીનું ધ્યાન ખેંચ્યું. હાલારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org