________________
૧૦૮
શ્રી અજરામરજી સ્વામી છું અને ધાર્મિક અભ્યાસ કરું છું, ભગવતી દીક્ષા અંગીકાર કરી હું તેમનો શિષ્ય બનીશ. - જરાય ગભરાયા વિના નમ્રતાપૂર્વક જયારે એ બાળકે જવાબ આપ્યો ત્યારે ગોંસાઈજી ખૂબ જ ખૂશ થયા. તેમને થયું કે મેં જેવો ધાર્યો હતો તેવો જ આ બાળક છે. થોડી આનંદની વાતો કરી રજા આપતાં કહ્યું કે, “જ્યારે જ્યારે અહીંથી નીકળો ત્યારે મારી પાસે થઈને જવું. કોઈ રીતે જુદાઈ માનશો નહિ, કાંઈ પણ જોઈતું હોય તો વિના સંકોચે કહેજો.” આનંદકુમારે ખૂબ નમ્રતાથી કહ્યું, “બહુ સારું, મારે કાંઈ જોઈતું નથી.” આટલું કહીને વિદાય લીધી.
મહંતજીની મોટી લાલચ છતાં બાળકની ભારે મક્કમતા.
ફરી એક વાર ગોંસાઈજીને બોલાવવાથી આનંદકુમાર ત્યાં ગયા ત્યારે ગોંસાઈજીએ મોકો જોઈ પોતાના પક્ષમાં લલચાવવા નીચે પ્રમાણે સંવાદ શરૂ કર્યો.
ગોંસાઈજી: “છોકરા! આ ઉમેદવારીથી તે સંસાર ત્યાગ કરવાનો નક્કી વિચાર કર્યો છે!”
આનંદ કુમાર : “જી હા, મારો વિચાર નક્કી છે.” ગોસાઈજી : લઘુવયમાં તેવો વિચાર કેમ થયો?
આનંદકુમાર : સંસારની અસારતાનું ભાન થાય ને પૂર્વના સંસ્કાર સારા હોય તો લઘુવય તેમાં પ્રતિબંધક નથી.
ગોંસાઈજી : અમુકની પાસે જ ઉમેદવારી કરવી એમ તું બંધાયેલો છે?
આનંદકુમાર : તેમાં બંધનરૂપ કાંઈ જ નથી પરંતુ સાચા સદગુરુની પાસે તે ઉમેદવારી કરવી એમ મારા મનમાં નિશ્ચય કરેલો છે.
ગોંસાઈજી : અહીં મારી પાસે રહેવાથી તારી ધારણા પાર પડી શકશે, એટલું જ નહિ પણ અહીં તેવું કાંઈ કષ્ટ પણ નથી. સારાં વસ્ત્રાભૂષણો પહેરવાં અને પરમેશ્વરની ભક્તિ કરવી કે જેથી સહેલાઈથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે તેની સાથે અત્યારે તું હા પાડતો હોય તો મારી તમામ મિલકતનો વારસદાર હું તને બનાવું. મારી પાસે કેટલી સંપત્તિ છે એની તને માહિતી ન હોય તો કોઈને પણ પૂછી શકે છે. તારા ઉપર મને ખૂબ જ પ્રેમ આવે છે તેથી જ ઉપરની વાત જણાવું છું. બોલ તું હા પાડે તો અમી ધ્રમ |
આનંદકુમાર : ગોંસાઈજી મહારાજ ! આપ કહો છો તે કદાચ બરાબર હશે પણ જે માણસો પૈસાની લાલચમાં લલચાય તેમાંનો હું નથી. બે લાત મારનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org