________________
આ છે અણગાર અમારા
૧૦૭
નામ-ઠામ, આગમન પ્રયોજન વગેરેની પૃચ્છા કરી. પ્રત્યુત્તરમાં માતા શ્રી કંકુબાઈએ હ્દયના ભાવો જણાવ્યા અને નમ્ર વિનંતિ કરી, “ગુરુદેવ ! અમે આપના શરણે આવ્યા છીએ, આપ અમારો ઉદ્ધાર કરો.’’
પૂ. મહારાજશ્રી બન્ને ઠાણા ખૂબ જ રાજી થયા. અને કહ્યું, “તમારી ભાવના ઉત્તમ છે.’’ નહાવુä રેવાપુપ્પિયા ! મા પડિત્રંથ હૈં । અર્થાત્ તમને જેમ સુખ ઊપજે તેમ કરો, (ધર્મના કામમાં) વિલંબ કરો નહિ. તમે નિશ્ચિતપણે અહીં ધાર્મિક અભ્યાસમાં આગળ વધો.
પૂ. ગુરુદેવનાં સુમધુર વચનામૃતો સાંભળી માતા-પુત્રના આનંદની અવિધ ન રહી. પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં ધાર્મિક અભ્યાસની શુભ શરૂઆત કરી. માતાની ઉંમર પરિપક્વ હોવાથી યાદશક્તિ સાધારણ હતી પરંતુ પુત્રની બુદ્ધિ તીક્ષ્ણ હતી. વાક્ય કે શ્લોક એક યા બે વાર સાંભળવાથી કંઠસ્થ થઈ જતાં. ગમે તે નવીન કાવ્ય એકાદ-બે વાર સાંભળીને પોતે મોઢે કહી દેતા. અજાણ્યા માણસને એમ જ લાગે કે આગળથી મોઢે કરી દીધું હશે. આવી કુશાગ્ર બુદ્ધિ હોવાના કારણે જેટલો અભ્યાસ બીજાથી બાર મહિને થઈ શકે તેટલો ત્રણ કે ચાર મહિને વગર પરિશ્રમે કરી લીધો. પૂર્વભવના પુણ્ય સિવાય આવું બની જ ના શકે.
आकृतिर्गुणान् कथयति ।
બુદ્ધિની તીક્ષ્ણતા માત્ર અંતરમાં જ છુપાઈ રહી ન હતી. ચહેરા અને કપાળ ઉપર તે તેજ ચમકી રહ્યો હતો. શરીર સૌષ્ઠવ સુંદર હોવાના કારણે સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગતું હતું. પરીક્ષક માણસો જોતાંની સાથે જ સમજી જતા અને કહેતા કે, આ બાળકની આકૃતિ એના ગુણોની ચાડી ખાય છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે, “Face is the index of the heart” ચહેરો એ હ્દયરૂપી પુસ્તકની અનુક્રમણિકા છે. આપણા ચરિત્રનાયકશ્રીની તેજસ્વિતા જોઈ એક અન્યધર્મી મહંત પણ કેવા આકર્ષાયા તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે.
ગોંડલના એ ચાતુર્માસ દરમ્યાન એક વખત તેજસ્વી આનંદકુમાર એક સુશ્રાવકને ત્યાં જમવા માટે જતા હતા ત્યારે હવેલીમાં બેઠેલા ગોંસાઈજી (મહંત)ની દિષ્ટ તેમના ઉપર પડી. સૂર્ય જેવો તેજસ્વી અને ચંદ્ર જેવો શીતળ ચહેરો જોઈ આ પુણ્યશાળીને પોતાના શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ. જમીને પાછા વળ્યા તેટલામાં ગોંસાઈજીએ એક નોકર મોકલી રસ્તામાંથી આનંદકુમારને બોલાવ્યા. પોતાની પાસે પ્રેમથી બેસાડી ગામ-નામ-ઠામ વગેરે બાબતોની પૃચ્છા કરી, ક્યાં રહો છો અને શું કરવાના છો તે પણ પૂછયું.
દીક્ષાર્થી આનંદકુમારે જવાબ આપ્યો કે હું અહીં જૈન મુનિરાજ પાસે રહું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org