________________
આ છે અણગાર અમારા
૯૩
ઓસવાળોને ધર્મ પમાડ્યો. આ વખતે કાલુપુરના દશા પોરવાડ શ્રાવક સોમજીએ વૈરાગ્ય પામી ૨૩ વર્ષની ઉંમરે તેમની પાસે દીક્ષા લીધી.
એક દિવસ અમદાવાદમાં પૂજય શ્રી લવજી સ્વામી આહાર માટે જઈ રહ્યા હતા. રસ્તામાં મહાપુરુષ શ્રી ધર્મસિંહજી સ્વામી મળ્યા. બન્ને વચ્ચે આહાર-વિહાર, આચાર-વિચાર સંબંધી અનેક પ્રશ્નોત્તર થયા. લવજી સ્વામીએ ધર્મસિંહજી મહારાજને કહ્યું કે, “તમે તો ધર્મના સિંહ છો ? યતિના ક્રિયાકાંડમાં શા માટે ફસાયા છો ? અંદર રહેલા સૂતેલા સિંહને જગાડો. મુખવસ્ત્રિકા મુખપર બાંધવી જ જોઈએ.’’ ધર્મસિંહજી મહારાજ ખૂબ જ પ્રભાવિત થયા. ક્રિયોદ્ધારની ભાવના દેઢ થઈ. ઉપાશ્રયે જઈ સર્વપ્રથમ મુખ પર મુખવસ્તિકા બાંધી. (આ ઉલ્લેખ મતાંતરથી મળે છે, સત્ય કેવળીગમ્ય.)
પૂજ્ય શ્રી લવજી ઋષિ અમદાવાદ વિહાર કરી ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવા અને મેવાડ આદિ અનેક પ્રાંતોમાં ધર્મપ્રચાર કરી સુરત પધાર્યા. ત્યાં વીરજી વોરાને ઉપદેશ આપ્યો. વીરજી વોરાએ યતિપરંપરાનો ત્યાગ કર્યો અને પૂ.શ્રીના અનુયાયી
બન્યા.
મહાપુરુષોનાં જીવનમાં સહિષ્ણુતા તેમજ સમતા અપાર હોય છે. મરણાન્ત ઉપસર્ગ આવવા છતાં પણ તેઓ પોતાના માર્ગથી વિચલિત થતા નથી. સમર્થ ક્રિયોદ્ધારક પૂ. શ્રી લવજી ઋષિના શિષ્ય શ્રી ભાનુઋષિની કુટિલતા પૂર્વક મંદિરની પાછળ કતલ કરી તેના શબને ખાડો ખોદી દાટી દીધો. સાંજ સુધી ભાનુઋષિ ઉપાશ્રયમાં ન પહોંચતા હાહાકાર થઈ ગયો. ખૂબ તપાસ કરવા છતાં પત્તો ન લાગ્યો. અંતે પાપ ક્યાં સુધી છૂપું રહે ? સોની દ્વારા ભેદ ખુલ્લો થયો. સંઘમાં અશાંતિ થઈ ગઈ. લવજી ઋષિએ કર્મનો સિદ્ધાન્ત સમજાવી સૌને શાંત કર્યા.
પૂજ્ય શ્રી લવજી ઋષિ વિહાર કરતાં કરતાં બુરાનપુર પધાર્યા. તે વખતે યતિઓને માનવાવાળા શ્રાવકોએ વિચાર કર્યો કે લવજી ઋષિના બોધથી આપણામાંના ઘણા શ્રાવકો ખેંચાઈને તેમના પંથમાં ભળી જશે માટે આપણે અગમચેતી વાપરીને સખત બંદોબસ્ત કરવો જોઈએ. તેમણે સંઘ એકત્ર કર્યો અને લવજી ઋષિના અનુયાયી થયેલા શ્રાવકોને ગચ્છ બહાર કરી તેમની સાથેનો બધો વ્યાવહારિક સંબંધ તજી દીધો.
ધર્મ કેટલી મુશ્કેલીથી સચવાય છે અને ખરા જિજ્ઞાસુઓ કેવા દૃઢ અને સહનશીલ હોય છે તે જાણવાનો આ પ્રેરણાદાયી પ્રસંગ છે. દશ હજાર ઘર સામે શ્રી લવજી ઋષિના અનુયાયીઓના માત્ર અલ્પ સંખ્યામાં ઘરો હતા. તે પ્રબળ પક્ષે આ લોકોને એટલી હદે પજવ્યા કે કૂવા પરથી તેમને પાણી પણ ભરવા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org