________________
આ છે અણગાર અમારા
૧૦૩ આ પાટ અદ્યાપિ લીંબડીમાં એવી જ પડી છે. શેઠ નાનજી ડુંગરશીની પ્રબળ ધર્મભાવનાના કારણે સંપ્રદાયનો સારો વિકાસ થયો.
પૂજય આચાર્ય શ્રી પચાણજી સ્વામી વિ. સં. ૧૮૧૪માં કાળધર્મ પામ્યા. તેમની પાટે પૂજય શ્રી ઈચ્છાજી સ્વામી બિરાજયા. પૂ. શ્રી ઈચ્છાજી સ્વામી સંવત ૧૮૩૨માં કાળધર્મ પામ્યા. ત્યાર પછી મોટા કાનજી સ્વામી (બરવાળા સંપ્રદાયના સ્થાપક) પાટે આવ્યા. સંખ્યા ઘણી હોવાથી પ્રશ્નો વધ્યા. ૧૮૪૫માં સાધુ સંમેલન થયું. જુદા જુદા છ સંપ્રદાય થયા. પૂજય શ્રી અજરામરજી સ્વામીને આચાર્ય પદવી આપવામાં આવી. ત્યારથી એટલે કે ૨૧૭ વર્ષ થયાં ત્યારથી અજરામર સંપ્રદાયના નામે આ સંઘ ઓળખાય છે. (શાસનોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી)
'પુણ્યાત્માની પાવન પધરામણી સૌરાષ્ટ્ર પ્રાન્તમાં જામનગર એક મહત્ત્વનું શહેર છે. સૌરાષ્ટ્રના છ જિલ્લા પૈકી જામનગર પણ એક જિલ્લો છે. તે જામનગર જિલ્લાનાં બાવન ગામોમાં વીશા ઓસવાળ જ્ઞાતિનાં ઘણાં ઘરો છે. મૂળ મારવાડની ઓસા નગરીમાંથી આવેલ ક્ષત્રિયો વર્ષો જતાં ઓસવાળ તરીકે ઓળખાયા. ૫૦૦ વર્ષ પહેલાં અમુક કુટુંબો પહેલી વાર કચ્છના કંથકોટ શહેરમાં આવેલા પરંતુ પાછળથી અમુક કુટુંબો કચ્છ અબડાસામાં, અમુક કંઠીમાં, અમુક વાગડમાં તેમ જ અમુક હાલારમાં ગયાં.
જબરદસ્ત ધર્મક્રાન્તિકર લોકશાહ જેવા મહાપુરુષ આ ગૌરવવંતી જ્ઞાતિમાંથી જ પાક્યા હતા. એ જ્ઞાતિનાં થોડાં ઘરો જામનગર પાસેના પડાણા ગામમાં પણ હતાં. ત્યાં માણેકચંદભાઈ શાહ નામના એક સદ્ગુહસ્થ રહેતા હતા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખૂબ સારી હતી. તેઓ ધાર્મિક વૃત્તિના હતા. તેમની પત્નીનું નામ કંકુબાઈ હતું. કંકુબાઈ આદર્શગૃહિણી હતાં. શીલ અને સદાચાર તો એમને સ્વભાવસિદ્ધ હતા. સાથે સૌન્દર્યનો સુમેળ હતો. તેમનું ગોત્ર મારું હતું. બન્ને પતિ-પત્ની આનંદપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. આ આદર્શ દંપતીએ ધર્મને પોતાના જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું હતું.
વિક્રમ સંવત ૧૮૦૯ની સાલ હતી. એક પવિત્ર દિવસે રત્નકુક્ષી કંકુબહેને એક પરમ પુણ્યશાળી પુત્ર રત્નને જન્મ આપ્યો. આવા પુણ્યશાળી આત્માની પોતાને ત્યાં પધરામણી થવાથી માતા-પિતાના આનંદની કોઈ અવધિ ન રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org