________________
૧૦૨
સંપ્રદાયનો સંક્ષિપ્ત ઈતિહાસ માંડ્યા. સ્થાનકવાસીઓની સંખ્યા ઘટી. સોએક ઠાણા ભેગા થાય તો ગોચરીપાણીમાં તકલીફ પડે. આવા સંયોગોમાં ગાદીનું ગામ ફેરવવાની આવશ્યકતા ઊભી થઈ.
પૂજ્યપાદ શ્રી પચાણજી સ્વામીએ ગાદીનું ગામ ફેરવવાનું નક્કી કર્યું. તે અરસામાં ધોરાજીના નગરશેઠ સંઘપતિ દોશી પરસોત્તમ વાસણજી દર્શન કરવા આવ્યા. તેમની સાથે વાતચીત કરતાં પૂજય સાહેબે કહ્યું, “ગાદીનું ગામ ફેરવવું પડશે.” તરત જ નગરશેઠે કહ્યું, “ધોરાજી પધારો, અમે તૈયાર છીએ. ત્યાં ગાદીની સ્થાપના કરો.” આ વાતચીત ચાલતી હતી તે વખતે લીંબડીના નગરશેઠ નાનજી ડુંગરશી વંદનાર્થે આવ્યા. (શેઠ ના. ડું. એ મહારાણીને ધર્મની બહેન બનાવેલ. કાપડના ૯ લાખ રૂા. આપેલા. પોતાના જ ખર્ચે લીંબડીમાં ઉપાશ્રય બંધાવેલ.)
તેમણે પૂરી વાત સાંભળ્યા પછી કહ્યું, “સાહેબ ! ધોરાજી છેટે આવેલું છે. ગુજરાત, ઝાલાવાડને વીંધીને જવું પડે. જ્યારે લીંબડી મધ્યનું સેન્ટર છે. ત્યાં ૪૦૦ ઘર સ્થાનકવાસીનાં છે. માટે આપ અમને લાભ આપો. પરસ્પર અનુકૂળતા રહેશે.”
પૂજય શ્રી પચાણજી સ્વામીને શેઠ નાનજી ડુંગરશીની વાત ગળે ઊતરી ગઈ. તેમણે લીંબડીના શેઠને કહ્યું, “જ્યાં ગાદી સ્થાપીએ ત્યાં છે શરત મૂકીએ, જો મંજૂર હોય તો નક્કી.” આ રહી તે છે શરતો – (૧) સાધુ સમુદાય કોઈ કામે એકઠો થાય ત્યાં શ્રી સંઘના સંઘપતિ એકલા હાજર
રહે.
(૨) ઘરડા-ગ્લાન સાધુ-સાધ્વીજીની સંભાળ રાખી વૈયાવચ્ચ કરે. (૩) ભણનાર મુનિઓને સહાયતા આપે. (૪) કોઈનો પક્ષ ખેંચનાર ન થાય.
સાધુના મોટા કામ પડે તો બીજાને ન રાખતાં એકલો ઉકેલે, વાત બહાર ન
જવી જોઈએ. (૬) સાધુ સુધારણાની તરફેણમાં રહે (કડક આચારી બને).
શેઠ નાનજી ડુંગરશીએ આ છ શરત કબૂલ રાખી. તેમણે કહ્યું, “મારા પછી મારા વંશજો આ નિયમોને વફાદાર રહેશે.” લેખિત બાંહેધરી લીધી. જેઠ સુદમાં અમદાવાદથી વિહાર કર્યો. વિક્રમ સંવત ૧૮૦૧ના જેઠ સુદ-૧૦ના ગુરુવારે અમદાવાદથી પાટ લીંબડી મોકલવામાં આવી. વિ.સં. ૧૬૬૦ની સાલમાં બનેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org