________________
८४
શ્રી લવજી ઋષિજી સ્વામી દેતા, એટલું જ નહિ પણ ધોબી, હજામ વગેરેને તેમનું કામ કરવાની મનાઈ કરવામાં આવી હતી ! આવા કટોકટીના સમયે પેલાં અલ્પ ઘરોમાં જેઓ શ્રીમંત હતા તેમણે બાકીનાઓને પૈસાની પૂરતી સહાય આપી. કિન્તુ છેવટે પ્રબળ પક્ષની ખટપટને લીધે જયારે અમદાવાદના સુબા તરફથી તેમને કનડગત થવા લગી ત્યારે તેઓ દિલ્હીના બાદશાહને દયાળુ માની તેની પાસે ફરિયાદ કરવા ગયા પરંતુ સામાવાળાએ એટલી બધી લાગવગ લગાવી હતી કે ત્યાં લવજી ઋષિના અનુયાયીઓને બાદશાહની મુલાકાત થઈ શકી નહિ. એટલું જ નહિ પણ ઊલટું અધિકારી વર્ગના હુકમથી તેમને દિલ્હી શહેરની બહાર નીકળી જવાનો હુકમ મળ્યો. આ રીતે લવજી ઋષિના અનુયાયીઓને ખૂબ સહન કરવું પડ્યું તેથી તેઓ શહેરની બહાર નીકળી નજીકના કોઈ કબ્રસ્તાનમાં ઉતારો કરીને રહ્યા પણ પોતાના ધર્મથી જરાય ડગ્યા નહિ.
સત્યમેવ જયતે આખરે સત્યનો જ જય છે. દૈવયોગે એવું બન્યું કે ત્રીજા દિવસની મધ્યરાત્રિએ બાદશાહના માનીતા કાજીના એકના એક દીકરાને સર્વે વંશ આપ્યો. પુત્ર મૃતપ્રાયઃ થઈ જતાં અને બધાય પ્રયત્નો નિષ્ફળ જતાં તેને જનાનામાં નાખીને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યો. આ વાતની શ્રાવકોને ખબર પડી ત્યારે એક ધર્મિષ્ઠ અને ચારિત્ર્યવાન શ્રાવકે ઝેર ઉતારવા માટે કાજીને નમ્ર વિનંતી કરી. કાજી તો નિરાશ થઈ ગયેલો છતાં છેલ્લી તક જતી ન કરવાનું તેણે યોગ્ય માન્યું.
બ્દયના એક તાર સાથે ઉચ્ચારાયેલો નવકાર મંત્રી કાજીના માટે અને લવજીના ઋષિના ધર્મને માટે ફલીભૂત થયો. કાજીના પુત્રનું ઝેર ઊતરી ગયું અને તે જાગૃત થયો. કાજીના હર્ષનો પાર ન રહ્યો. બધાને જમાડ્યા પછી આગમનનું કારણ પૂછ્યું. શ્રાવકોએ બધી વાત કરી. કાજીએ બાદશાહને વાત કરી. બાદશાહ બધી હકીકત સાંભળીને ખુશ થયા. તેમની અરજ સાંભળી. કાજીને અમદાવાદ મોકલ્યો. હંમેશના માટે લવજી ઋષિના અનુયાયીઓ પર થતો ત્રાસ બંધ કરાવ્યો, એટલું જ નહિ પરંતુ કાજીએ જૈનધર્મનો સ્વીકાર કર્યો. આગળ જતાં કાજી સાહેબ ભગવાન પાર્શ્વનાથના દઢ શ્રદ્ધાળુ થયા અને પાર્શ્વનાથ ભગવાનની અનેક સ્તુતિઓ પણ તેણે બનાવી.
રહાનપુરના ઉપનગર ઈન્દલપુરમાં યતિઓનું ખૂબ જોર હતું. તેઓ લવજી ઋષિ ઉપર ચિડાતા. તેઓની દઢ ધારણા હતી કે લવજી જીવતા હશે ત્યાં સુધી યતિઓનો ઉદ્ધાર નહિ થાય. તેથી તેઓએ બે વિષમિશ્રિત લાડવા બનાવ્યા. છઠ્ઠના પારણે જયારે લવજી ઋષિ ગોચરીએ પધાર્યા ત્યારે એક રંગારી બાઈ દ્વારા બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org