________________
૯૮
શ્રી લવજી ઋષિજી સ્વામી પુજ્ય શ્રી ધર્મદાસજી સ્વામીને સંવત ૧૭૨૧ના મહા સુદ પાંચમના ઉજ્જૈનમાં M.P) આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમણે અદ્વિતીય વિદ્વત્તા પ્રાપ્ત કરી ગુજરાત, મેવાડ, રાજપુતાના અને મધ્યભારતમાં વિચરી અનેક પરીષહ અને ઉપસર્ગો સહન કરીને જૈનધર્મનો વિજય ડંકો વગાડ્યો. તેમના સત્ય ઉપદેશના કારણે તેમને ૯૯ શિષ્યો થયા હતા, જેમાંથી ૨૨ શિષ્યો તો મહાપંડિત અને શાસ્ત્રજ્ઞ હતા.
એક વખત યુગપ્રધાન આચાર્ય શ્રી ધર્મદાસજી સ્વામી ઉજ્જૈનમાં બિરાજતા હતા ત્યારે એક શ્રાવકે આવી સમાચાર આપ્યા કે, “મહારાજ ! ધારાનગરીમાં રહેલા આપના એક શિષ્ય રોગથી કંટાળીને જાવજીવ સંથારો કર્યો છે પરંતુ સુધાનો પરીષહ સહન ન થઈ શકવાના કારણે સંથારો છોડવા તૈયાર થયા છે. માટે આપશ્રી કૃપા કરી ત્યાં પધારો.” પૂજયશ્રીએ કહ્યું કે, “જલદી આવી પહોંચે છું. માટે તે શિષ્ય સંથારો ન ભાંગે એટલું કહેજો.” શ્રાવક જલદી ધારાનગરી આવી પૂજયશ્રીનો સંદેશ શિષ્યને કહ્યો.
પૂજયશ્રીએ તરત જ ધારાનગરી તરફ વિહાર કર્યો. થોડા સમય પછી ધારાનગરી પધારી ગયા. શિષ્ય આકુળવ્યાકુળ થઈ ગયો હતો. ગુરુદેવે આશ્વાસન આપતાં કહ્યું, “વત્સ ! રત્નચિંતામણિ સમાન માનવભવ ફરીને મળતો નથી, વળી સંયમરૂપી હીરાને તથા તારૂપી રત્નને પાષાણ સમજી ખોઈ બેસવું એ નરી મૂર્ખતા છે. માટે અરિહંત-સિદ્ધનું સ્મરણ કરી અંતિમ સમય સુધારી લે. દઢ મનોબળ રાખી આવેલ પરીષહને સહન કર.”
તે મુનિની પદ્ગલિક લાલસા એટલી બધી તીવ્ર હતી કે ગુરુવર્યના વચનને માન્ય કરી શક્યો નહિ પણ એટલું તો કહ્યું કે, “ગુરુદેવ ! હું જૈનધર્મથી ભ્રષ્ટ નહિ થાઉં એટલું ચોક્કસ માનજો, પરંતુ મારો આ નિયમ ક્ષણ વાર પણ નિભાવી લેવા તૈયાર નથી.” ધર્મદાસજી મહારાજે વિચાર કર્યો કે આમ કરવા જતાં શાસનની હીલના થશે માટે હું જ સંથારો કરી બેસી જાઉં છું. શિષ્યને ઉઠાડીને પૂજ્યશ્રી પોતે જાવજીવ ચારે આહારના પચ્ચકખાણ કર્યા અર્થાત સંથારો લઈ બેસી ગયા. જેઠ મહિનાની ભયંકર ગરમી, ઉગ્રવિહાર છતાં તેમણે કાંઈ પણ વાપર્યા વિના અનશન કર્યું. કોટિ કોટિ ધન્યવાદ છે એ મહાપુરુષને ! કવિએ વર્ણન કર્યું કે -
ધર્મક્રાન્તિહિત ધર્મસિંહને કબ્રોમેં નિવાસ કિયા શાસનયશહિત ધર્મદાસને આનશન તક સ્વીકાર કિયા, લોંકાશાહને જ્ઞાનબાણ લે યતિયાંકા ભ્રમ જાલ હના, કેવલ કહતે પારસ તૂ ભી અપના જીવન ધન્ય બના;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org