________________
૯૨
શ્રી લવજી ઋષિજી સ્વામી કઠોર માર્ગ ઉપર હું ચાલી નહિ શકું. જો તમારે જવું હોય તો મારી આજ્ઞા છે.
ગુરુની આજ્ઞા મેળવી લવજી ઋષિ, થોભણ ઋષિ અને ભાનુ ઋષિની સાથે (અપરનામ ભાણાજી અને સુખાજી) ખંભાત શહેરના ઉદ્યાનમાં પહોંચ્યા. પૂર્વ તરફ મુખ રાખી અરિહંત તથા સિધ્ધોને વંદન કરી દોષોની શુદ્ધ હૃદયપૂર્વક આલોચના કરી. શ્રી સંઘની સમક્ષ ફરીને પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. આ ઘટના વિ.સં. ૧૬૯૪માં થઈ. અપરમતે ૧૭૦માં પુનઃ દીક્ષા લીધી એવો ઉલ્લેખ મળી આવે છે.
પુનઃ દીક્ષા લીધા પછી શ્રી લવજી ઋષિ ખંભાતમાં જાહેર પ્રવચનો આપવા લાગ્યા. દિન પ્રતિદિન લવજી ઋષિના આ મહાન ત્યાગની સર્વત્ર પ્રશંસા થવા લાગી. હજારોની સંખ્યામાં શ્રાવકો લવજી ઋષિના અનુયાયી થવા લાગ્યા.
તેમની પ્રશંસાની વાત સુરતમાં વીરજી વોરાને કાને પહોંચી. લવજી ઋષિ ગુરુનો ત્યાગ કરી ગયા હોવાથી વીરજી વોરાને તેમના ઉપર અભાવ તો થયો જ હતો તેમાં તેમની પ્રશંસા સાંભળી તો વોરાનો દ્વેષાગ્નિ વધુ તીવ્ર બન્યો. તેઓ મનમાં બબડ્યા કે અરે ! શું યતિ વર્ગનો અવિનય ? શું ગુરુએ આપેલા જ્ઞાનનું અજીર્ણ ! તેનો આવો ઉપયોગ ! જે ગુરુએ જ્ઞાન આપી તેને ભણાવ્યો તેનો ઉપકાર ન માનતા તેનાથી વિરુદ્ધ વર્તી નવો પંથ કાઢવા લવજી તૈયાર થયો ? હું તેને યોગ્ય બદલો આપું છું તેવા વિચાર કરી વીરજી વોરાએ ખંભાતના નવાબ પર એક ચિઠ્ઠી લખી માણસને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે – ‘મારો દૌહિત્ર તેના ગુરુથી જુદો પડી ગુરુને ઉતારી પાડવા ખોટો ઉપદેશ આપે છે માટે ત્યાં આવેલા લવજી યતિને ગામમાંથી કાઢી મૂકશો.'
નવાબ સાહેબને પત્ર મળતાં જ લવજી ઋષિ તથા તેમના સંતોને નજરકેદમાં રાખ્યા. તે સ્થાન રાજમહેલની તદ્ન સામે જ હતું. દરેક સંતોએ અક્રમના પચ્ચકખાણ કર્યા. ત્રીજા દિવસે એક દાસીએ તેમને જોયા. તરત જ બેગમ સાહિબા પાસે જઈને કહ્યું, ‘આપના રાજ્યમાં નિર્દોષ સંત અન્ન-જળનો ત્યાગ કરી બેઠા છે. આવા યોગીને સંતાપવાથી ફાયદો થતો નથી. બેગમને પણ લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે.’
જ્યારે નવાબે અંતઃપુરમાં પ્રવેશ કર્યો ત્યારે બેગમે કહ્યું, “ખાવિંદ ! સંતોને સંતાપવામાં સાર નથી. જો તેમને સતાવશો તો આપણું સુખ નષ્ટ થઈ જશે, માટે તેમને છોડી દો.’’ બેગમનું વચન સાંભળી બાદશાહે જાતે આવી ક્ષમા માગી અને સંતોને છોડી મૂક્યા.
ત્યાંથી વિહાર કરી તેઓ કલોદરા ઉપર થઈ અમદાવાદ પધાર્યા. ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org